આજે ભૂલથી પણ ન કરો આ ભૂલ નહીં તો રિસાઇ જશે છઠ્ઠી મૈયા

PC: wikimedia.org

સૂર્ય ઉપાસના અને સંતાન પ્રાપ્તિ માટે ખાસ છઠ્ઠ પર્વ હિંન્દુ ધર્મમાં મનાવવામાં આવતો તહેવારમાં નો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ પર્વ ચાર દિવસ સુધી ચાલે છે. નહાય-ખાય ની સાથે શરુ થયેલ છે. ત્યાંજ છઠ્ઠ પૂજાના છેલ્લા દિવસે સૂર્યની કૃપા મેળવવા માટે તેમની ઉપાસના કરવામાં આવે છે અને વ્રત કરનાર મહિલાઓ સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત રાખે છે. કેટલાક લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પણ આ વ્રત કરે છે. પરંતુ પૂજા અને ઉપવાસના કેટલાક નિયમો નું પાલન કરવું જરુરી છે, આમતો દરેક વ્રત અને તહેવારના અલગ અલગ નિયમ હોય છે. એની જ સાથે છઠ્ઠ પૂજાનું પુરુ ફળ પ્રાપ્ત કરવા માટે કેટલાક નિયમો પણ બતાવવામાં આવ્યા છે, તો આવો જાણીએ કે છઠ્ઠ પૂજામાં કઇ વાતોનુ ધ્યાન રાખવુ ખૂબ જરુરી છે.

છઠ્ઠ પૂજા પર રાખો આ વાતોનું ખાસ ધ્યાન

  • છઠ્ઠ પર્વ માટે પ્રસાદ બનાવતી વખતે એ વાત પર ખાસ ધ્યાન રાખો કે પ્રસાદ સાફ-સફાઇની સાથે બનાવો.
  • સૂર્યનારાયણને ચાંદી, સ્ટીલ, ગ્લાસ અથવા પ્લાસ્ટિકના વાસણો જળના ચઢાવો.
  • છઠ્ઠ પૂજાના વ્રત દરમ્યાન માંસાહાર,દારુ,ધૂમ્રપાનનું સેવન ના કરવુ જોઇએ.
  • છઠ્ઠનુ વ્રત રાખવાવાળી મહિલાઓને ધ્યાન રાખવું જોઇએ કે તે બેડ પર ના સૂવે.
  • આ પૂજાનું વ્રત રાખવાવાળા લોકો અપશબ્દો અને અભદ્ર ભાષાનો બિલકુલ પ્રયોગ ન કરે.
  • પૂજા દરમ્યાન નવા કપડા પહેરો.
  • આ પૂજા દરમ્યાન સાત્વિક ભોજન જ લો,લસણ-ડુંગણીનો ઉપયોગ ટાળો.
  • ભોજન લેતા પહેલા સૂર્ય દેવતાને જળ ચઢાવો.
  • પ્રસાદ બનાવતી વખતે જમવાનુ ના જમવુ જોઇએ અને મીઠાને ન અડો.
  • છઠ્ઠ પૂજાનો પ્રસાદ બાળકોને એઠો ન કરવા દો, જ્યા સુધી આ પૂજા પૂરી ના થઇ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp