પ્રકાશના પર્વ દિવાળીમાં પરંપરાગત માટીના કોડિયા થયા લુપ્ત!

PC: ajayupadhyay1.files.wordpress.com

પ્રકાશના પર્વ તરીકે ઉજવાતા દિવાળીના તહેવારમાં ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે લોકો દિવાળીની ખરીદીમાં જોતરાયા છે. બજારમાંથી હવે પરંપરાગત માટીના કોડિયાની જગ્યાએ લોકો ચાઈનીઝ કોડિયા અને લાઈટીંગની ખરીદી કરતા હોવાથી માટીના કોડિયા બનાવતા શ્રમજીવીઓની રોજગારી છીનવાઈ છે.


દિવાળીના તહેવાર માટે પરંપરાગત માટીના કોડિયા બનાવતા શ્રમજીવીઓએ કોડિયા બનાવીને બજારમાં વેચાણ અર્થે મુક્યા છે. પરંતુ માર્કેટમાં ચાઈનીઝ કોડિયા અને લાઈટીંગે આકર્ષણ જમાવ્યું છે. જેથી લોકો માટીના કોડિયાની જગ્યાએ ચાઈનીઝ કોડિયા અને લાઈટીંગની ખરીદી કરવાનું વધારે પસંદ કરે છે. જેના પરિણામે હાથ બનાવટના માટીના કોડિયા નાશ થવાના આરે છે. તેમજ શ્રમજીવીઓ પણ આર્થિક ભીંસમાં મુકાયા છે. કોડિયા બનાવવવા માટે કરેલુ મડી રોકાણ પણ પરત નહીં મળવાની ચિંતા શ્રમજીવીઓને સતાવી રહી છે.


કોડિયા બનાવતા એક શ્રમજીવીએ જણાવ્યું હતું કે, ચાઈનીઝ વસ્તુઓના આક્રમણને કારણે માટીના પરંપરાગત કોડિયાની ખરીદી કરવાનું લોકો ઓછુ પસંદ કરે છે. જેથી લોકોમાં માટીના કોડિયાની ખરીદી માટે જાગૃતિ આવે અને સ્વદેશી પરંપરાગત માટીના કોડિયા તરફ વળે તે દેશના હિતમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp