સાંતા ક્લોઝ ખરેખર કોણ હતા, શું તેમના લગ્ન થયેલા, જાણો તેમના વિશે અજાણી વાતો

PC: wallpapercave.com

દર વર્ષ 25 ડિસેમ્બર એટલે કે આજે ક્રિસમસ ઉજવવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મની માન્યતા પ્રમાણે, આ દિવસે પ્રભુ ઈશુનો જન્મ થયો હતો. ક્રિસમસના દિવસે બાળકો સાંતા ક્લોઝની ઘણી રાહ જોઈને બેઠા હોય છે. માનવામાં આવે છે કે સાંતા આ દિવસે આવીને બાળકોને ગિફ્ટ આપે છે. સાંતા અંગે એવી ઘણી વાતો છે જેને લોકો જાણતા નથી. તો ચાલો આવી જ કેટલીક અજાણી વાતો અંગે જાણી લઈએ.

મોટાભાગના લોકોનું માનવું છે કે સાંતા એક કાલ્પનિક પાત્ર છે, જે બાળકોને ગિફ્ટ આપવા માટે આવે છે. ખરેખરમાં સંત નિકોલસને સાંતાના રૂપમાં માનવામાં આવે છે. સંત નિકોલસ એક ભિક્ષુક હતા, જે ફરી ફરીને ગરીબો અને બીમારોની મદદ કરતા હતા. તે યુરોપના સૌથી લોકપ્રિય સંતોમાંના એક હતા.

ઘણા વર્ષો પહેલા અમેરિકામાં ક્રિસમસને રજાની જેમ જોવામાં આવતી ન હતી અથવા ન તો કોઈ ગિફ્ટ આપવાની પરંપરા હતી. તેની શરૂઆત ઈંગ્લેન્ડમાં થઈ જ્યારે આ દિવસે ગિફ્ટ આપવાની અને ઉજવણી કરવાનો સિલસિલો શરૂ થયો. ત્યારથી ક્રિસમસના દિવસે લોકો એકસાથે ભેગા થાય છે અને ઉજવણી કરે છે.

એવી કલ્પના કરવામાં આવે છે કે સાંતા ગોળ-મટોળ દેખાતા હતા. 1809માં વોશિંગ્ટન ઈર્વિંગ લેખકે પોતાના પુસ્તકમાં સાંતા અંગે વાત કરી છે કે સંત નિકોલસ એક સ્લીમ ફિગરવાળા સારા વ્યક્તિ હતા, જે બાળકોને ગિફ્ટ આપવા માટે આવતા હતા.  એવું પણ માનવામાં આવે છે કે સાંતા હંમેશા લાલ રંગના કપડાંમાં જ આવે છે પરંતુ એવું નથી. 19મી સદીના કેટલાંક ચિત્રો પરથી ખબર પડે છે કે સાંતા ઘણી રીતના રંગબેરંગી કપડાં પહેરતા હતા અને ઝાડૂ લઈને આવતા હતા. સાંતા ક્લોઝની સવારી રેન્ડિયર એટલે કે બારહસિંગાની હોવાની માનવામાં આવે છે. માન્યતા છે કે સાંતાનું પસંદગીનું બારાસિંગા 80 વર્ષનો રૂડોલ્ફ હતો. લેખક રોબર્ટનું કહેવું છે કે રૂડોલ્ફ બાળકોને ગિફ્ટ પહોંચાડવામાં સાંતાની મદદ કરતો હતો.

સાંતા એક હસમુખ અને સીંગલ વ્યક્તિ હતા જે બાળકોને ગિફ્ટ આપવાનું પસંદ કરતા હતા. જોકે આ વાત પણ મતભેદ છે. કહેવામાં આવે છે કે વર્ષો પછી સાંતાએ જેમ્સ રીસ નામની મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. જે પણ સાંતાની જેમ પ્રસિદ્ધ થઈ હતી.

મોટેભાગે સૌ કોઈ સાંતાને સાંતા ક્લોઝના નામથી જ ઓળખે છે, પરંતુ કેટલીક જગ્યાઓએ તેમને જોલી ઓલ્ડ, સેન્ટ નિક, ફાધર ક્રિસમસ, ઓલ્ડ મેન ક્રિસમસ અને ક્રિસ ક્રિંગલના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે સાંતા છૂપાઈને આવે છે અને સૂતેલા બાળકોના તકિયાની નીચે ગિફ્ટ મૂકીને જતા રહે છે. તે સિવાય સાંતા બાળકોના મોજામાં પણ ગિફ્ટ મૂકે છે. ઘણી ઘરોની બહાર મોજા લટકાવવાની પણ પરંપરા છે, જેથી સાંતા આવી તેમાં ગિફ્ટ મૂકીને જાય. સાંતા સારા બાળકોને જ ગિફ્ટ આપે છે અને જે ધમાલી અને શૈતાન બાળકો હોય છે તેમના મોજામાં કોયલો મૂકીને જાય છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp