વિરાટ-અનુષ્કાએ આ રીતે ઉજવ્યો કરવા ચોથ, અન્ય ખેલાડીઓએ પણ શેર કર્યા ફોટો

PC: bollywoodshaadis.com

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને દેશના મોસ્ટ પાવરફુલ કપલ તરીકે ઓળખવામાં આવે છે. વિરાટ અને અનુષ્કાએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. બંને મોટે ભાગે સોશિયલ મીડિયા પર તેમની તસવીરો શેર કરતા રહે છે. ગઈકાલે જ કરવા ચોથની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. જેમાં પત્ની તેમના પતિની લાંબી આયુ માટે વ્રત રાખે છે. અનુષ્કા-વિરાટનો આ બીજો કરવા ચોથ હતો.

આ અવસરે વિરાટ અને અનુશ્કાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. વિરાટે ફોટો શેર કરતા લખ્યું, ધ વન્સ, હં ફાસ્ટ ટુગેધર, લાફ ટુગેધર. અનુષ્કાની જોડે વિરાટે પણ વ્રત રાખ્યો હતો. વિરાટ સિવાય ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ ભુવનેશ્વર કુમાર, વિરેન્દ્ર સેહવાગ, શિખર ધવન, ઈશાંત શર્માએ કરવા ચોથના અવસરે સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા હતાં.

વિરાટની પત્ની અનુષ્કા શર્માએ પણ ઈન્સ્ટાગ્રામ પણ ફોટો શેર કર્યો, તેણે લખ્યું- જિંદગી માટેનો મારો પાર્ટનર અને દિવસનો મારો ફાસ્ટિંગ પાર્ટનર. હેપ્પી કરવા ચોથ ટુ ઓલ.

 
 
 
View this post on Instagram

My partner for lifetime & beyond and my fasting partner for the day 🥰 Happy karvachauth to all 🌝💜

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

વીરેન્દ્ર સેહવાગે ફોટો શેર કરતા લખ્યું, પ્રેમ અને શ્રદ્ધા. તો શિખર ધવને લખ્યું, હેપ્પી કરવા ચોથ ટુ માય લવ. ભલે તુ મારાથી દૂર છે, પણ તને મળવા માટે રાહ જોઈ રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp