હોળી-ધુળેટી: શું કરવું, શું ન કરવું?

PC: khabarchhe.com

જી.વી.કે. ઇ.એમ.આર.આઈ-108ના ચીફ ઓપરેટિંગ ઓફિસર સૌને ખુશખુશાલ અને સલામત હોળીની શુભકામના પાઠવી જણાવ્યું છે કે ઇમરજન્સી સમયે કંઈ પણ વિચાર્યા વગર ફક્ત 108 નંબર ડાયલ કરી જિંદગી બચાવવામાં સહભાગી બની શકો છો. હોળી કે જે ખુશી અને રંગોનો તહેવાર છે, આ સમયે ઇમરજન્સીની સંભાવના વધુ બનતી હોવાનું જણાયું છે, જેથી કોઈપણ ઇમરજન્સીને સરખી ઝડપ અને ગુણવત્તા સાથે પ્રતિસાદ આપવા અપેક્ષિત સીઝનમાં વધતી ઇમરજન્સીને પહોંચી વળવા એમ્બ્યુલન્સ, ડોક્ટર, પેરામેડિકલ્સ અને અન્ય સ્ટાફનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

એક વાત યાદ રાખો કે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવું એક ચતુરાઈભર્યો નિર્ણય છે. પીડિતને હોસ્પિટલ લઈ જવા રિક્ષા કે અન્ય વાહનનો ઉપયોગ પીડિતને વધુ સમસ્યા પહોંચાડી શકે છે. એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પૂર્વેની સારવાર અને ઇ.એમ.ટી.ની ચોક્કસ દેખભાળથી અશ્કતતા કે મૃત્યુની સંભાવના ઘટી જાય છે, જેથી કોઈપણ ઇમરજન્સીમાં 108 નંબર અવશ્ય લગાવો. વધુમાં રસ્તા ઉપર 108 ઇમરજન્સીને પ્રથમ જવા દેવા માટે પણ આપની પહેલ જરૂરી છે. હોળી રમતી વખતે નાનાં પણ મહત્વના સાવચેતીનાં પગલાંથી તમામ નિકટના હિતેચ્છુઓને જાણે-અજાણે હાનિ થતાં રોકી શકાય છે.

શું કરવું જોઈએ?

•  નુકસાનકારક કેમિકલ્સના રંગોથી આંખોને સલામત રાખવા સનગ્લાસ અચૂક પહેરવા જોઈએ.

•  જો કોઈ ઇમરજન્સી પેદા થાય તો 108ને કોલ કરી મેડિકલ, ફાયર પોલીસની મદદ લઈ શકાય.

•  ચોખ્ખું પાણી અને સારી ગુણવત્તાના કલરનો ઉપયોગ કરવો.

•  વડીલોની નિગરાનીમાં બાળકોએ હોળી રમવી જોઈએ.

•  ચહેરાને કલરનાં અચાનક આક્રમણથી બચાવવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ એમ થાય તો આંખો અને મોઢું ચુસ્તપણે બંધ કરવું જોઈએ.

•  પરિવહન કરતી વખતે સજાગ રહેવું. પાણીના ફુગ્ગા કે અન્ય કોઈ વસ્તુના અચોક્કસ આક્રમણથી ચેતવું અને હેલ્મેટ અવશ્ય પહેરવું.

•  કારમાં પરિવહન કરતી વખતે કારની વિન્ડો ચુસ્તપણે બંધ કરવી. જો કારમાં એ.સી. ના હોય તો પણ તેમ કર્યું સલાહભર્યું છે.

•  ટોળાંની વચ્ચે કાર લઈને જવાનું ટોળા અને સલામત અંતરે રાહ જોઈ પસાર થાઓ.

શું ના કરવું જોઈએ?

•  પાણીના ફુગ્ગાને આંખ, કાન અને ચહેરા ઉપર સીધા ફેંકવા નહીં.

•  બાળકને ઈંડાં, કાદવ અને ગટરના દૂષિત પાણી સાથે હોળી રમતાં અટકાવો.

•  નશાયુક્ત પીણું પીધા બાદ ડ્રાઇવિંગ ન કરો.

•  હોળીના દિવસે શેરીઓમાં એકલા ન ફરો કેમ કે તમે કોઈ ખેલનાં નિશાન પર હોઈ શકો છે.

•  લીસી અથવા ભીની સપાટી ઉપર દોડશો નહીં.

•  ભીના શરીરે એકપણ ઇલેક્ટ્રોનિક્સ સાધનો સાથે કાર્ય કરવું નહીં અથવા સંપૂર્ણપણે શુષ્ક કરીને બટન દબાવો.

•  જે દુકાને ખોરાક કે મીઠાઈને દૂષિત પાણીથી તૈયાર કરવામાં આવી હોય તે ખાવાનું ટાળો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp