જાણો કાળી ચૌદસના દિવસે શા માટે કરવામાં આવે છે તાંત્રિક સાધના?

PC: amarujala.com

કાળી ચૌદસ એટલે નરક ચતુર્દશી. જે સુચવે છે કે દુષ્ટનો નાશ અને સારા પર વિજય પ્રાપ્ત થવો જોઇએ. કાળી ચૌદસનું શાસ્ત્રોક્ત રીતે પણ એક અલગ મહત્વ છે. કાળી ચૌદસે દેવી મહામાયા કે નવરાત્રિનું પ્રાગટ્ય થયુ. એવું માનવામાં આવે છે કે કાલિકાપુરાણ, માર્કણ્ડેયપુરાણ, તંત્રગ્રંથો વગેરેમાં કહ્યુ છે. વિષ્ણુની યોગનિન્દ્રા એટલે મહારાત્રિ, કાળરાત્રિ એટલે કે મોહરાત્રિ, કાળીચૌદસે આવી કાળરાત્રિ કે કાલિકાની પૂજા ઉપાસના કરાય છે. કાળીચૌદસની અધિષ્ઠાત્રી દેવી મહાકાલિકા છે. આ દિવસે તાંત્રિક સાધના પણ કરવામાં આવે છે. કાળી ચૌદસે પ્રગટ થયેલ દેવી મહારાત્રિનું વર્ણન તંત્રગ્રંથોમાં થયું છે, તેથી યોગિનીતંત્ર, કાત્યાયનીતંત્ર, લક્ષ્મીતંત્ર, કાલિકાપુરાણ વગેરેમાં દર્શાવેલી વિવિધ તાંત્રક સાધનાઓ કેટલાક કરે છે. તંત્રગ્રંથોમાં મહામાયા કે મહારાત્રિનાં દશ સ્વરુપો બતાવ્યા છે. આ દશેય સ્વરુપોની પૂજા-ઉપાસના માટેના વિવિધ પ્રયોગો-યંત્રો અને મંત્રો છે. આમાં ખાસ કરીને શ્રી યંત્ર જેવા વિવિધ યંત્રો, ભેરવીચક્ર, પંચમકાર સેવન વગેરેથી સાધના કરાય છે. આવી સાધનાઓ વામમાર્ગી ગણાય છે. તેથી મોટાભાગના લોકો સાધનાોથી દૂર રહે છે.

કાળી ચૌદસને નરક ચતુર્દથી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે કૃષ્ણ તેમજ સત્યભામાંએ મરકાસુરનો સંહાર કરીને સોળ હજાર કન્યાઓને નરક જેવી કારાગારની કોટડીમાંથી મુક્ત કરીને પ્રકાશ ગૃહમાં લઇ ગયેલા તેમજ ભગવાન વામે વિરાટ સ્વરુપ ઘારણ કરીને રાજા બલિને પાતાળની અંધારી ખાઇમાં ધકેલી દીધેલો. તેથી ચૌદસને નરક ચતુર્દશી કહે છે. દિવાળી જેવા પ્રકાશ પર્વની વચ્ચે કાળી ચૌદસની ઉજવળીનો પ્રવેશ કેવી રીતે થયો એમાં પણ તેનું આગવુ મહત્વ છે. કાળી ચૌદસ દેવી મહારાત્રિનો પ્રાગટ્ય દિવસ છે. આ રાત્રિને કાળ રાત્રિ પણ કહેવામાં આવે છે. આવી કાળી રાત્રિમાંથી દિવાળીની ઝળહળતા ઉદ્ભવે છે.

કજિયા-કંકાસ થયા હોય, તેનો કકળાટ દિવાળીના આગલા દિવસે એટલે કે કાળી ચૌદસની રાત્રે કે સંધ્યા ટાણે કાઢ્યો હોય તો દિવાળીની ઉજવણી આનંદથી સંપ સહકારની ભાવનાથી ઉજવી સકાય છે. કકળાટ કાઢવા માટે સાંજના સમયે તેલમાં તળેલા વડા પાંચ નંગ ઘરના સભ્યોનાં માથા પરથી ઉતારી તેને ચાર રસ્તે દીવા સાથે મૂકાય છે અને ફરતે પાણીની ધાર કરાય છે. આમ કરવાથી કામણ-ટૂમણ, ધરમાં પ્રેતાદિકનો વાસ વગેરેથી હેરાન ગતિ કે કકળાટ થતો નથી. યમરાજની કૃપાથી અનેક પ્રકારના કકળાટોમાંથી મુક્તી મળે છે. ઉકળતા તેલના તતડાટમાં તળતા શ્યામ વડા તો કકળાટનું પ્રતિક છે.

કાળી ચૌદસને રુપ ચૌદસ તરીકે શા માટે ગણવામાં આવે છે.

કાળી ચૌદસે રુપાળી કે ગોરી સ્ત્રીઓ આંખોમાં જાતે બનાવેલ કાજલ-મેશ આંજે છે. કાજલથી આંખો રુપાળી દેખાય છે. વળી એવી પણ માન્યતા છે કે કાળી મેશ આંજવાથી કોઇની નજર લાગતી નથી. વળી આ દિવસે શરીરની કાન્તિ વધારવા તલના તેલની માલિશ કરાય છે. એવી પણ માન્યતા છે કે તલના તેલમાં લક્ષ્મીનો વાસ હોવાથી તલના તેલનુ સેવન શરીર માટે સુંદરતા વધારે છે. આવા કારણોથી કાળી ચૌદસ પણ કહેવાય છે.

કાળી ચૌદસે હનુમાન પૂજા કેમ કરાય છે.

આસો વદ ચૌદસે મધ્યરાત્રિએ હનુમાન પૂજા ઉપાસના કરાય છે. સુંદરકાંડ, હનુમાન ચાલીસા, હનુમાન કવચ વગેરેનો પાઠ કરાય છે. હનુમાનને તેલ સિંદુર ચઢાવાય છે. ઘંટાકર્ણ મહાવીરની પણ ઉપાસના કરાય છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp