દેવ દિવાળી પર પડશે ચંદ્રગ્રહણનો પ્રભાવ? જાણો ક્યારે ઉજવાશે કાશીમાં દેવ દિવાળી

PC: herzindagi.com

દેવ દિવાળીનો તહેવાર કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે દેવતાઓ ધરતી પર દિવાળીની ઉજવણી કરવા માટે આવે છે. આ દિવસે પહેલી વાર દેવતાઓનો કાશીમાં પ્રવેશ થયો હતો. દેવતાઓના આગમન બાદ કાશીના ઘાટો પર દીવડાઓ પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે દેવ દિવાળીનો તહેવાર 7 નવેમ્બરને સોમવારના રોજ ઉજવવામાં આવશે.

કારતક માસની પૂર્ણિમાની તિથિ 7 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. ઘાટો પર દીવા પ્રગટાવીને કાશીના લોકો દેવ દિવાળીનો તહેવાર ઉજવે છે. અસંખ્ય દીવાઓના પ્રકાશથી કાશીના ઘાટ આકાશ ગંગા સુધી ઝગમગી ઉઠે છે. આ દિવસે કાશીના તમામ ઘાટને લાખો દીવાઓથી શણગારવામાં આવે છે.

આ વખતે કારતક પૂર્ણિમાની તિથિ બાબતે લોકો મૂંઝવણમાં છે કે, દેવ દિવાળી ક્યારે ઉજવવી, જે પાછળ કારણ એ છે કે, પૂર્ણિમાની તિથી 7 નવેમ્બરની સાંજથી શરૂ થઈને 8 નવેમ્બરની સાંજે સમાપ્ત થઈ રહી છે. આ સાથે જ 8 તારીખે ચંદ્ર ગ્રહણ પણ હોવાથી કેટલાક લોકોનું કહેવું છે કે, દેવ દિવાળી પર ચંદ્રગ્રહણનો પડછાયો છે અને કેટલાક લોકો કહી રહ્યા છે કે, એવું નથી. આવો અહીં દૂર કરીએ મૂંઝવણ

દેવ દિવાળી 2022નું મુહૂર્ત

દેવ દિવાળીની તારીખ
7 નવેમ્બર 2022

દેવ દિવાળીના દિવસે દીવાના દાનનું મુહૂર્ત

સાંજે 5.14 થી રાત્રે 07.49

કાર્તિક પૂર્ણિમા તિથી 2022ની શરૂઆત

7 નવેમ્બર, સાંજે 4 વાગ્યાને 15 મિનિટથી
કારતક પૂર્ણિમા તિથિનું સમાપન
8 નવેમ્બર, સાંજે 04 વાગ્યાને 31 મિનિટ પર

નહીં પડશે દેવ દિવાળી પર ચંદ્રનો પડછાયો

આ વર્ષે દેવ દિવાળી પર ચંદ્રગ્રહણનો પડછાયો નથી. જેમ કે તમે જાણો છો કે, કાર્તિક પૂર્ણિમા તિથિ પર પ્રદોષ કાળમાં દેવ દિવાળી ઉજવવામાં આવે છે. જો કે, કાર્તિક પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે.

દેવ દિવાળી દીપદાનનું મહત્વ

ધાર્મિક માન્યતાઓ મુજબ, દેવ દિવાળીના દિવસે દેવતાઓ કાશીમાં ગંગામાં સ્નાન કરવા ધરતી પર આવે છે. એવું પણ કહેવાય છે કે, આ દિવસે સંધ્યાકાળ દરમિયાન જે વ્યક્તિ દીવાનું દાન કરે છે તેને શત્રુનો ડર ક્યારેય સતાવતો નથી. જીવનમાં સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. આ દીવાનું દાન નદીના કિનારે કરવામાં આવે છે. શાસ્ત્રોમાં દેવ દિવાળીના દિવસે ગંગા સ્નાનનું મહત્વ જણાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે, આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી આખું વર્ષ શુભ ફળ મળે છે. આ વિધિથી દીવાનું દાન કરવાથી યમ, શનિ, રાહુ અને કેતુની ખરાબ અસર ઓછી થઈ જાય છે.

દેવ દિવાળીના દિવસે દિવડાઓનું દાન કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળી જાય છે. આ દિવસે કાશીના તમામ ઘાટો પર હજારોની સંખ્યામાં દીવા પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, દેવતાઓની પ્રાર્થનાનો સ્વીકાર કરતાં ભગવાન શિવે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ત્રિપારાસુર રાક્ષસનો વધ કર્યો હતો. જે પછી દેવતાઓએ ખુશીથી કાશીના કિનારે દીવો પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp