ફૂટબૉલ વર્લ્ડ કપ: ક્રોએશિયાએ રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં ફ્રાન્સ સામે મુકાબલો

PC: Fifa.com

મારિયો માંડજુકિકના ઇન્જુરી ટાઇમમાં ફટકારેલા ગોલની મદદથી ક્રોએશિયાએ ઇતિહાસ રચી દીધો છે. ક્રોએશિયાએ ફિફા વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 1-0થી પાછળ રહ્યાં બાદ જોરદાર વાપસી કરી હતી. ક્રોએશિયાની ટીમે ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું. હવે ક્રોએશિયા 15 જુલાઇએ ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં ફ્રાંસ સામે ટકરાશે. ક્રોએશિયા તરફથી 32 વર્ષના માંડજુકિકે બીજા હાફમાં 109મી મિનિટમાં ગોલ ફટકારી ક્રોએશિયાને વર્લ્ડકપના ઇતિહાસમાં પ્રથમ વખત ફાઇનલમાં જગ્યા અપાવી હતી.

ઇંગ્લેન્ડ વર્લ્ડકપમાંથી બહાર ફેકાયુ

કિરૈન ટ્રિપિયરે પાંચમી મનિટમાં જ દમદાર ફ્રી કિક પર ઇંગ્લેન્ડને 1-0થી આગળ કરી દીધુ હતુ પરંતુ ઇવાન પેરિસિક (68મી મિનિટ) ક્રોએશિયાને બીજા હાફમાં ગોલ ફટકારી બરાબરી પર લાવી દીધુ હતું. આ સાથે જ ઇંગ્લેન્ડની ટીમનું પાંચથી વધુ દાયકા બાદ બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવવાનું સ્વપ્ન તૂટી ગયુ હતું. ઇંગ્લેન્ડ ફિફા ફૂટબોલ વર્લ્ડકપના ઇતિહાસમાં એક વખત 1966માં ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું હતું અને તેને ખિતાબ પણ જીત્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ હવે ત્રીજા સ્થાનના પ્લે ઓફમાં 14 જુલાઇએ સેન્ટ પીટર્સબર્ગમાં બેલ્જિયમ સામે ટકરાશે.

ઇંગ્લેન્ડે ક્વાર્ટર ફાઇનલમાં સ્વીડનને હરાવનારી પોતાની ટીમમાં કોઇ બદલાવ કર્યો નહતો જ્યારે ક્રોએશિયાએ એક બદલાવ કરતા આંદ્રે ક્રેમરિકની જગ્યાએ માર્સેલો બ્રોજોવિચને તક આપી હતી.ક્રોએશિયાની ટીમ આ વર્લ્ડ કપમાં ત્રીજી વખત એક્સ્ટ્રા ટાઈમમાં વિજય મેળવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp