FIFA 2018: આજે ફૂટબોલના મહાકુંભની ફાઇનલ, ફ્રાન્સ-ક્રોએશિયા વચ્ચે ટક્કર

PC: fifa.com

ફિફા વર્લ્ડકપ 2018નો ફાઇનલ મુકાબલો રવિવારે રશિયાના મોસ્કોમાં લુજનિકી સ્ટેડિયમમાં ફ્રાંસ અને ક્રોએશિયા વચ્ચે રમાશે. આ મુકાબલો ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 કલાકે શરૂ થશે. બન્ને ટીમ આજે પોતાના સ્વપ્ન માટે એક બીજા સામે ટકરાશે. ફ્રાંસ બીજી વખત ફિફા વર્લ્ડકપ ચેમ્પિયન બનવા ઉતરશે જ્યારે ક્રોએશિયા પ્રથમ વખત ઇતિહાસ રચવા ઉતરશે.

ફ્રાંસ-ક્રોએશિયા વચ્ચે જોરદાર ટક્કર

ફ્રાંસ ત્રીજી વખત ફાઇનલમાં પહોચ્યુ છે. તે 1998માં પ્રથમ વખત પોતાના ઘરમાં રમાયેલા વર્લ્ડકપની ફાઇનલમાં પહોચ્યુ હતું અને જીતવામાં સફળ રહ્યું હતું. તે બાદ 2006માં તેને ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ ઇટાલી સામે હારી ગયુ હતું. ફ્રાંસ પાસે ફાઇનલ રમવાનો અનુભવ છે પરંતુ જો ક્રોએશિયાની વાત કરીએ તો તે પ્રથમ વખત ફાઇનલ રમશે. હાર ના માનવી ક્રોએશિયાની સૌથી મોટી તાકાત છે જે તેને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલી બીજી સેમિ ફાઇનલમાં બતાવી હતી. એક ગોલથી પાછળ હોવા છતા ઇન્જરી ટાઇમમાં મેચ લઇ જઇને ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યુ હતું. ક્રોએશિયા ત્રણ મેચ ઇન્જરી ટાઇમમાં લઇ જઇને જીતતી આવી છે.ક્રોએશિયા એક સંતુલિત ટીમ છે જેની તાકાત તેનું મિડ ફીલ્ડ છે. લુકા મોડ્રિચને વિશ્વનો સર્વશ્રેષ્ઠ મિડફીલ્ડર માનવામાં આવે છે.

કેપ્ટન તરીકે તેની ઉપર દેશને પ્રથમ વર્લ્ડકપ અપાવવાની જવાબદારી છે. ક્રોએશિયા એવી ટીમ નથી જે માત્ર એક ખેલાડીના દમ પર રમે, તેની પાસે એન્ટે રેબિક, ઇવાન રાકિટિક, સિમે વારસાલ્જ્કો, ઇવાન પેરીકિસ જેવા ખેલાડી છે. ક્રોએશિયાની વધુ એક તાકાત તેનો ગોલ કીપર ડેનિયર સુબાસિચ છે જેને આ વર્લ્ડકપ દરમિયાન કેટલાક શાનદાર બચાવ કરી પોતાની ટીમને ફાઇનલ સુધી પહોચાડી છે.

ક્રોએશિયાના ડિફેન્સ અને ગોલકીપર બન્ને માટે ફ્રાંસના આક્રમણને રોકવુ આસાન નહી હોય.એન્ટોનિયો ગ્રીજમેન, કીલિયન એમબાપે, પોલ પોગ્બા, એનગોલો કાંતેને રોકવુ ક્રોએશિયા માટે મુશ્કેલ હશે. એક નાની ભૂલ બોલને નેટમાં નાખી શકે છે. ફ્રાંસના ડિફેન્સમાં રાફેલ વરાન, સેમ્યુઅલ ઉમ્તીતી અને ગોલકીપર હ્યૂગો લોરિસની તિકડી છે જે સારા સારા એટેકને અત્યાર સુધી રોકવામાં સફળ રહી છે. આ દિવાલ ક્યારેય હાર ના માનનારી ક્રોએશિયા સામે તૂટી જશે કે નહી તે વાતની ખબર ફાઇનલ મેચ પછી જ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp