લોકડાઉનમાં ગરીબોને ખાવાના ફાંફા પડ્યા, સરકારી ગોડાઉનમાં સડી ગયું 1600 ટન અનાજ

PC: tosshub.com

કોરોના વાયરસ મહામારી અને લોકડાઉન દરમિયાન જ્યાં ગરીબોને ખાવાના ફાંફા પડ્યા તો બીજી તરફ તે જ સમયે સરકારી ગોડાઉનોમાં હજારો ટન અનાજ સડી ગયું. ગ્રાહક મામલા સાથે જોડાયેલા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર લોકડાઉન દરમિયાન મે અને જૂનમાં ભારતીય ખાદ્ય નિગમના ગોડાઉનમાં લગભગ 1600 ટન અનાજ ખરાબ થઇ ગયું હતું. એવું ત્યારે થયું જ્યારે લોકડાઉન દરમિયાન ભૂખમરાથી બચવા માટે લાખોની સંખ્યામાં પ્રવાસી શ્રમિકો પોતાના વતન તરફ પરત ફરી રહ્યા હતા.

વાહનોની વ્યવસ્થા ન હોવાના કારણે પગપાળા જઇ રહેલા શ્રમિકોની રસ્તા પણ થાક અને ભૂખના કારણે મોત થયા હતા. હવે મંત્રાલયે જણાવ્યું કે મે મહિનામાં લગભગ 26 ટન અનાજ ખરાબ થઇ ગયું હતું અને જૂનમાં 1452 ટનથી વધારે અનાજ ખરાબ થઇ ગયું. તેવી જ રીતે જુલાઈ અને ઓગસ્ટના મહિનામાં 41 ટન અને 51 ટન અનાજ સડી ગયું.

મંત્રાલય અનુસાર, અનાજને કવર કરવામાં આવેલા ગોડાઉનમાં રાખવામાં આવે છે, જેમાં ફ્યૂમિગેશન અને કીટનાશકોની સાથે તેના બચાવ માટે જુદા જુદા સંરક્ષણ ઉપાય હોય છે. પણ સાવચેતી રાખ્યા હોવા છતાં પ્રાકૃતિક મુશ્કેલીઓ અને અન્ય કારણોને લીધે અનાજ થોડા માત્રામાં ખરાબ થઇ શકે છે.

રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ દાવો કર્યો કે અનાજના કોઈપણ રીતના ખરાબ થવાની સ્થિતિમાં મામલાની તરત તપાસ કરવામાં આવે છે અને સંબંધિત પ્રાધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે લગભગ 125 અધિકારીઓ સામે વર્ષ 2014-2018ની વચ્ચે અનાજની ક્ષતિ માટે કાર્યવાહી શરૂ કરી છે.

આ વર્ષે એપ્રિલમાં ખાદ્ય અને ગ્રાહક મામલાના કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે સરકારે ભંડારણ અન વિતરણને વૈજ્ઞાનિક રીતે અપનાવી અનાજની બર્બાદીને ખૂબ જ ઓછી કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે, લોકોની ધારણાથી વિપરિત ભારતીય ખાદ્ય નિગમના ગોડાઉનોમાં અનાજની ભારે માત્રામાં બર્બાદી થઇ રહી છે, તેને અમે નિયંત્રિત કરવામાં સક્ષમ છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ પ્રવાસી શ્રમિકોને પાંચ કિલો અનાજ અને એક કિલો ચણા ફ્રીમાં વિતરણ કરવાની જાહેરાત કરી હતી. જોકે, આંકડાઓથી માલૂમ થાય છે કે પ્રવાસી શ્રમિકોમાં આ યોજના હેઠળ અનાજ 100 ટકા વિતરિત થયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp