જલારામ જયંતિઃ સુરતના ભંડારામાં ભક્તો માટે 20 હજાર કિલો ખીચડીનો મહાપ્રસાદ

PC: Khabarchhe.com

પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપની આજે ૨૧૯ મી જન્મ જયંતી છે ત્યારે સુરતમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચાલીસ હજારથી વધુ લોકો માટે વીસ હજાર કીલો ખીચડીનો પ્રસાદ બન્યો છે.

સુરતમાં અલગ અલગ ૧૮ સંસ્થાઓ એકઠી થઇ જલારામ જયંતીની ઉજવણી કરી હતી સુરતના મંદિરોમાં ભવ્ય અન્નકોટ તેમજ મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સુરતના લાભેશ્વર મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જલાભક્તો જોડાયા હતા. આ યાત્રા સુરતના અડાજણ સ્થિત બાપાના મંદિરે બપોરના સમયે પહોંચીહતી. જ્યા ભક્તોએ ભવ્ય પ્રસાદ આરોગ્યો હતો. જલારામ બાપાની જન્મજયંતિના ઉત્સવમાં ચાલીસ હજારથી વધુ લોકો જોડાયા હતા જેઓએ મહાપ્રસાદનો લાહ્વો લીધો હતો.

150થી વધુ રસોઇયાઓ ગઇકાલથી તૈયારીઓ કરી રહ્યા છે – નીરવ મસરાની, ઘોઘારી લોહાણા મહાજનના ઉપપ્રમુખ

સંત શ્રી જલારામ બાપાની શોભા યાત્રામાં ચાલીસ હજારથી વધુ લોકો જોડાયા હતા. તેમની સેવામાં 500થી વધુ સ્વયંસેવકો ખડેપગે હતા તો સાથે હજારો ભક્તોને જમાડવા માટે 150થી વધુ રસોઇયાઓ ગઇકાલથી તૈયારીઓ કરી રહ્યા છે. બાપાના પરમ ભક્તો માટે 20 હજાર કીલો ખીચડી અને 56 ભોગનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. નાના બાળકોથી લઇને મોટાં ઓ પણ સુરતના જોગાણી પાર્કમાં આવીને બાપાની જન્મજંયતીમાં જોડાયા હતા.

પ્રસાદમાં આટલી વાનગીઓ હતી

2000 કિલો મોહનથાળ, 5000 કિલો બુંદી, 2500 કિલો ગાંઠીયા, બપોરે,  પુરી,શાક,દાળ,ભાત, મોહન થાળ, બુંદી ગાઠીયા,ખમણ,સંભારો,છાશ તો રાત્રે, કઢી ખીચડી શાક મોહન થાળ બુંદી ગાઠીયા છાશનો પ્રસાદ હતો. સાથે વીસ હજાર કીલો ખીચડી તો ખરી જ.

લુટવાં વાળા ભલે ને લુટી જાય,

એના તો બે જ હાથ છે,

દેવાવાળા તો મારો જલારામ છે,

સાહેબ એના તો હજારો હાથ છે.

જલારામ કા દાસ કભીના ઉદાસ.

જય જલારામના નાદની સાથે ભક્તો એ ભવ્ય આરતી, દર્શન અને સાંજે લોકડાયરાની મજા માણીને જલારામ જયંતીની ઉજવણી કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp