શાકભાજી અને ફળો દ્વારા ના ફેલાય કોરોના, તેને માટે રાખો આ 8 સાવધાની

PC: timesnownews.com

આખી દુનિયા કોરોના વાયરસના સંકટ સામે ઝઝૂમી રહી છે. વાયરસના સંક્રમણનું જોખમ એટલું બધુ વધી ગયું છે કે, લોકો ખાવા-પીવાની વસ્તુઓને પણ સેનિટાઈઝ કરવા માંડ્યા છે. શાકભાજી અને ફળો જેવી ખાવાની વસ્તુઓને સાબુ અથવા ડિટર્જન્ટથી ધોઈ રહ્યા છે. તો ઘણા લોકો સેનિટાઈઝરથી ફળો તેમજ શાકભાજીને સાફ કરી રહ્યા છે. જોકે, ઘણા સંશોધનોમાં એવું જણાવવામાં આવ્યું છે કે, એવું કરવું જરૂરી નથી. હજુ સુધી એવા કોઈ પુરાવા સામે નથી આવ્યા, જે એ સાબિત કરે કે કોરોના ખાવાના દ્વારા પણ ફેલાય છે. જોકે, ખાવા-પીવાની વસ્તુઓમાં સાવધાની રાખવા માટે તમારે એક્સપર્ટ્સ દ્વારા જણાવવામાં આવી રહેલી કેટલીક ગાઈડલાઈન્સ ફોલો કરવી જોઈએ.

  • ફળ અને શાકભાજીને ગરમ પાણીમાં ધોતા પહેલા હાથને સારી રીતે સાફ કરવા જરૂરી છે. કોરોના વાયરસ સરફેસ દ્વારા ફેલાય છે, આથી બંને હાથોને 20 સેકન્ડ સુધી સારી રીતે ધોઈને જ ખાવાના સામાનને હાથ લગાવવો જોઈએ.
  • બજારમાંથી ફળ-શાકભાજી ખરીદ્યા બાદ તેને નળના પાણીમાં યોગ્યરીતે ઘસીને સાફ કરવા જોઈએ. FDA (ફ્રૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)ના જણાવ્યા અનુસાર, શાકભાજી અને ફળોને કાપતા પહેલા ધોવા જરૂરી છે, જેથી તેને છોલતી કે કાપતી વખતે ગંદકી અને બેક્ટેરિયા ચપ્પૂ પર ના આવે.
  • FDAના જણાવ્યા અનુસાર, સાબુ, ડિટર્જન્ટ અથવા કોઈ સ્પેશિયલ લિક્વિડની મદદથી ખાવાની વસ્તુઓને ધોવી યોગ્ય નથી. તેને બદલે ફળો અને શાકભાજીને નળના પાણીમાં ઘસીને સાફ કરવું વધુ યોગ્ય વિકલ્પ છે. સાથે જ ધોતી વખતે ફળ કે શાકભાજીના ડેમેજ થઈ ગયેલા ભાગને ખાતા પહેલા કાપીને ફેંકી દો.

  • બટાકા અથવા ગાજર જેવા જલ્દી બગડી જતા શાકભાજીને સાફ કરતી વખતે બ્રશ અથવા સ્પંજનો ઉપયોગ કરવો જોઈએ. તરબૂચ અથવા કાકડી જેવી વસ્તુઓ ખાતા પહેલા વેજિટેબલ બ્રશની મદદથી યોગ્યરીતે સાફ કરી લો.
  • શાકભાજીને ખાતા પહેલા યોગ્યરીતે બાફવા જરૂરી છે. કાચા અને રાંધેલા શાકભાજીને અલગ-અલગ રાખો. ખાસ કરીને કાચા માંસને લઈને વધુ સાવધાની રાખો. WHOના એક રિપોર્ટ અનુસાર, દરરોજ આશરે 400 ગ્રામ ફળ અને શાકભાજીનું સેવન કરવું જરૂરી છે.
  • બજારમાંથી ખાવાના પેકેટ લાવીને ઓછાંમાં ઓછાં 4 કલાક માટે એકદમ અલગ મુકી દો. તમે ઈચ્છે તો શાકભાજી અથવા ફળોને થોડીવાર માટે ગરમ પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરીને રાખી શકો છો. સેનિટાઈઝર માત્ર સ્કિન, સ્ટીલ અથવા ધાતુની વસ્તુઓ પર અસર બતાવી શકે છે.

  • ડેરી પ્રોડક્ટ્સ જેવી કે દૂધ, દહીં, પનીર અથવા ચીઝ જેવા ખાદ્ય પદાર્થોને બહાર ખુલ્લામાં રાખવાની ભૂલ ના કરતા. આ પ્રકારના પેકેટને યોગ્યરીતે ધોયા બાદ તેમાં રહેલો સામાન બહાર કાઢો અને તેને ફ્રીઝમાં સુરક્ષિત મુકી દો.
  • પ્લાસ્ટિક અથવા મેટરના સરફેસ પર આ વાયરસ 24થી 48 કલાક સુધી જીવિત રહી શકે છે. આથી, તેને લાવીને તરત જ ફ્રીઝમાં મુકવાનું ટાળવું જોઈએ. આ પ્રકારના સામાનને રૂમ ટેમ્પરેચરમાં કોઈ સુરક્ષિત સ્થાન પર મુકો અને સાવધાની સાથે તેનો ઉપયોગ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp