કોરોનાથી બચવું હોય તો તમારા ભોજનમાં સામેલ કરો આ 5 વસ્તુઓ

PC: toiimg.com

કોરોનની આ વિપરીત પરિસ્થિતિમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું એ આવશ્યક બન્યું છે. કોરોનાથી બચવા માટે તમારી ઈમ્યૂન સિસ્ટમ સારી હોય તે ખુબ જરૂરી છે. જો તમારી ઈમ્યૂનિટી સિસ્ટમ સારી હશે તો તમને કોરોના થવાની શક્યતા ઘટી જશે. જો તમારે ઈમ્યૂન સિસ્ટમ સારી બનાવવી હોય તો તમારે ખાન-પાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાન-પાનનું ધ્યાન રાખવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે. તો ચાલો જાણીએ તમારી ઈમ્યૂન સિસ્ટમ સારી બનાવવા માટે શું-શું ખાવું જોઈએ.

ખાટાં ફાળો

ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બનાવવા માટે તમારા ડાયટમાં ખાટાં ફળો ઉમેરો. ખાટાં ફળોમાં વિટામિન-સી વધુ માત્રામાં હોય છે, જે ઈમ્યૂન સિસ્ટમને સારી બનાવવામાં મદદરૂપ બને છે. દરરોજ આ ફળો ખાવાથી ઈમ્યૂન સિસ્ટમ સારી અને મજબૂત બને છે.

લાલ શિમલા મરચા

લાલ શિમલા મિરચામાં વિટામિન-સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. ઈમ્યૂન સિસ્ટમને સારી અને વધુ મજબૂત બનવવા માટે તમારા ડાયટમાં લાલા શિમલા મિરચાને જરૂરથી ઉમેરવા જોઈએ. લાલ શિમલા મિરચાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ સારું સાબિત થઈ શકે છે.

બ્રોકલી

બ્રોકલીનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ સારું સાબિત થાય છે, હંમેશાં સ્વસ્થ રહેવા માટે બ્રોકલીને તમારા ડાયટમાં અચૂકપણે ઉમેરો. બ્રોકલીમાં સારી એવી માત્રામાં વિવિધ પોષક તત્વો હોય છે, જેના કારણે તમારા શરીરમાં તેની ઉણપ પૂર્ણ થાય છે. બ્રોકલીનું દરરોજ સેવન કરવાથી તમે ઘણી મોટી બીમારીઓ સામે જીત મેળવી શકો છો.

તુલસી

પહેલાથી જ એવું કહેવામાં અને માનવામાં પણ આવે છે કે, તુલસી સારા ગુણોથી ભરપૂર હોય છે. તુલસીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઈમ્યૂન સિસ્ટમ સારી બનાવવા માટે દરરોજ અચૂકપણે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. તુલસીને ઘણી બીમારીઓ માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. તુલસીનું સેવન કરવાથી શરીર સ્વસ્થ બને છે.

પપૈયું

પપૈયુંમાં ખૂબ વધારે માત્રામાં વિટામિન-સી હાજર હોય છે. ઈમ્યૂનિટી વધારવા માટે તમે પપૈયાનું સેવન પણ કરી શકો છો. પપૈયાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. પપૈયું દરરોજ ખાવાથી ઘણી મોટી બીમારીઓથી બચી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp