ફૂડ લવર્સ માટે પ્રયાગરાજના 6 ફેમસ ફૂડ અડ્ડા, જ્યાં મળે છે એકથી એક ચઢિયાતી ડિશ

PC: merisaheli.com

આજકાલ જો કોઈ સમાચારોમાં હોય તો તે છે 'મહાકુંભ મેળો.' 15 જાન્યુઆરીના રોજ શરૂ થયેલા કુંભ મેળામાં પહેલું શાહી સ્નાન થયું. અંતિમ શાહી સ્નાન મહાશિવરાત્રિના દિવસે થશે. કુંભમેળામાં યાત્રીઓ માટે અનેક સુવિધાઓ અને કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ મેળાનું આકર્ષણ બન્યા છે 6 ફૂડ અડ્ડા. જો તમે ફૂડી કે ફૂડ લવર છો તો તમે અહીંયા પણ સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણી શકશો. કુંભ મેળાની સત્તાવાર વેબસાઇટ પર આ માહિતી આપવામાં આવી છે કે તમે પ્રયાગરાજ આવીને કઈ-કઈ વસ્તુઓનો સ્વાદ લઈ શકો છો. તો ચાલો આપણે આ વિશે સંપૂર્ણ ડિટેઇલ તમને જણાવીએ...

1. દેહાતી રસગુલ્લા
અલ્હાબાદ કુંભ મેળા 2019માં જાઓ છો તો યાદ રાખો કે પ્રયાગરાજના અલોપી બાગમાં એક ખૂબ પ્રખ્યાત મીઠાઈની દુકાન એ. વર્ષોથી લોકોની જીભને એવો સ્વાદ ચખાડ્યો છે કે પ્રયાગરાજ આવતા દરેક ફૂડી અહીં ચોક્કસ આવે છે. અહીં તમને મળશે દેહાતી રસગુલ્લા. આ દુકાન તમને રેલ્વે ક્રોસિંગની પાસે કેપી ઈન્ટર કોલેજની થોડે દૂર છે. ફૂડ લવર્સમાં એવું કહેવાય આવે છે કે પ્રયાગરાજ (અલ્લાહાબાદ) જતાં જો તમે આ દેહાતી રસગુલ્લા ન ખાધા તો તમારો ફેરો અધુરો ગણાય.

2. નેતરામ કચોરી
આ જગ્યાને પ્રયાગરાજની શાન કહેવામાં આવે છે. જો તમે કચોરીના ફેન હોવ તો અહીંની કચોરી એકવાર તો ચોક્કસ ખાવી જોઇએ. મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવી કચોરીનો આ સ્વાદ તમે ક્યારેય નહીં ભૂલી શકો. આ દુકાન કટરા રોડ, નેતરામ ચાર રસ્તા પર છે.

3. જયસ્વાલના ઢોંસા
સઉથ ઈન્ડિયાન ડીશનું નામ સંભળતા જ મોઢામાં પાણી આવી જાય તો પ્રાયગરાજના મેડિકલ ચારરસ્તા પર જતા રહો. અહીં તમારા માટે રાહ જોઈ રહ્યું છે જયસ્વાલના ઢોંસાની દૂકાન. પ્રયાગરાજ જાઓ તો જયસ્વાલના ઢોંસા ચોક્કસ ખાજો. 'ઢોંસો આવો પણ હોય!' આ ખાઇને આવો વિચાર તમને ચોક્કસ આવશે.

4. હરીરામ સ્વીટ્સ એન્ડ નમકીન
હરીરામ સ્વીટ્સ એન્ડ નમકીન નામની આ દુકાન પ્રયાગરાજના મશહૂર ફૂડ કોર્નર્સમાંથી એક છે. અહીં મિઠાઈ અને નમકીનની એવી-એવી વેરાયટી મળશે કે તમે કન્ફ્યુઝ થઈ જશો કે શું ખાવું. જો કે, અહીંની દરેક આઇટમ સ્વાદિષ્ટ હોય છે. તેથી પ્રયાગરાજ જઇને આ દૂકાનનું એક ચક્કર ચોક્કસ મારજો

5. શિવા ચાટ ભંડાર
ચાટના શોખીનો માટે પ્રયાગરાજમાં ન્યુ બેરહના સ્થિત આ દૂકાન સ્વાદના નવા ચટાકા આપનારી સાબિત થઈ શકે છે. આખા પ્રયાગરાજમાં શિવાની ચાટ પ્રખ્યાત છે.

6. પંડિત ચાટ ભંડાર
પ્રયાગરાજના કોર્નેલગંજમાં ઈન્ડિયન પ્રેસ ચારરસ્તા પર જઇને તમે અહીંનો સાચો સ્વાદ માણી શકો છો. અહીં પંડિત ચાટ ભંડારની ચાટ તમને ચોક્કસ મજા કરાવશે. તો વિચારો છો શું? જો તમે પ્રયાગરાજ જાઓ છો અથવા જવાનો પ્લાન બનાવો છો તો આ 6 ફૂડ સ્ટોલ્સ પર ચોક્કસ જાઓ અને નિત-નવી વાનગીઓની મજા માણો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp