આ વસ્તુઓ ખાવાથી 1 અઠવાડિયામાં જ સુધરી જશે પુરુષોની સ્પર્મ ક્વોલિટી

PC: theconversation.com

પુરુષોની ફર્ટિલિટી જેમાં તેમના સ્પર્મની ક્વોલિટી અને ક્વોન્ટિટી નિર્ભર કરે છે, તેના પર તેમની ડાયટની ખૂબ જ વધુ અસર પડે છે. એક સંશોધન અનુસાર, પુરુષોની સ્પર્મની ગતિશીલતા પર તેમના ડાયટ એટલે કે તેઓ શું ખાઈ રહ્યા છે, તેની સૌથી વધુ અશર પડે છે અને તે અસર માત્ર 1થી 2 અઠવાડિયામાં દેખાવી શરૂ થઈ જાય છે. એવામાં અમે તમને એ આહાર વિશે માહિતી આપી રહ્યા છીએ, જેને ખાઈને માત્ર 1થી 2 અઠવાડિયામાં તમારી સ્પર્મ ક્વોલિટી સારી થઈ જશે.

કોળાના બી

કોળાના બીમાં ઝિંક હોય છે, જે સ્પર્મ કાઉન્ટને વધારવામાં મદદ કરે છે. કોળાના બી તમે શેકીને સ્નેક તરીકે ખાઈ શકો છો અથવા તેનું શાક બનાવીને પણ ખાઈ શકાય.

મસૂરની દાળ

જો કોઈ પુરુષના શરીરમાં ફોલિક એસિડની ઉણપ હોય તો તે પુરુષના શરીરમાં હેલ્ધી સ્પર્મનું ઉત્પાદન ના થઈ શકે. આવામાં ફોલિક એસિડથી ભરપૂર મસૂરની દાળ સ્પર્મ ક્વોલિટીને સુધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

ઓરેન્જ જ્યુસ઼

સ્પર્મ સાથે સંકળાયેલી મુશ્કેલીઓને દૂર કરવામાં વિટામીન સીથી ભરપૂર વસ્તુઓ ખાવી જોઈએ. કારણ કે વિટામીન સી સ્પર્મની ગતિશીલતાને યોગ્ય બનાવવામાં મદદ કરે છે. આથી, તમારે દિવસમાં 1 ગ્લાસ ઓરેન્જ જ્યુસનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત, તમે વિટામીન સીથી ભરપૂર સ્ટ્રોબેરી કે જમરૂખ વગેરે પણ ખાઈ શકો.

અખરોટ

સ્પર્મની ગતિશીલતા, સ્પર્મનો શેપ, તેની સ્ટ્રેન્થ, ક્વોલિટી અને ક્વોન્ટિટી સાથે જોડાયેલી તમામ સમસ્યાઓને દૂર કરવામાં અખરોટ તમારી મદદ કરશે. અખરોટમાં રહેલું ઓમેગા 3 ફેટી એસિડ તમને આ સમસ્યાથી છૂટકારો અપાવશે. આથી, અખરોટને તમારા રોજના ડાયટમાં સામેલ કરો.

ખજૂર

ઘણા સંશોધનોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ખજૂર ખાવાથી સેક્સ લાઈફ સુધરે છે. ખજૂરમાં એમીનો એસિડ્સ હોય છે, જે સેક્સ સ્ટેમિનાને વધારવામાં મદદ કરે છે.

લવિંગ

લવિંગનું સેવન પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદગાર હોય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન મેલ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનના લેવલને બગાડી શકે છે. આથી, એક્સપર્ટની સલાહ અનુસાર જ તેનું સેવન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp