ઘી, બટર પછી હવે અમૂલ વેચશે નવી બ્રાન્ડથી બધા જ પ્રકારના તેલ

PC: agronfoodprocessing.com

ગુજરાતની પ્રખ્યાત અમૂલ ડેરી તેના બે નવા પ્લાન્ટ સ્થાપી રહી છે જેમાં કુલ 1500 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે. આ રોકાણ પૈકી 1000 કરોડ રૂપિયા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન બનાવવા ખર્ચ કરશે જ્યારે 500 કરોડ રૂપિયા ખાદ્યતેલના ઉત્પાદનો શરૂ કરવા માટે ખર્ચાશે.

અમૂલના એમડી આરએસ સોઢીએ કહ્યું હતું કે ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ નાણાકીય વર્ષમાં 1500 કરોડ રૂપિયાનું નવું મૂડીરોકાણ કરી રહ્યું છે. અમૂલની રેવન્યુમાં 20 ટકાનો ગ્રોથ થયો છે જે ગયા વર્ષે 38550 કરોડ રૂપિયા હતું. તેમણે કહ્યું હતું કે અમે આગામી બે વર્ષમાં દેશના વિવિધ રાજ્યોમાં ડેરી પ્લાન્ટ માટે 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાના છીએ.

સોઢીએ કહ્યું કે અમૂલની હાલની ક્ષમતા પ્રતિ દિવસ 380 લાખ લિટર દૂધની છે જે વધારીને 420 લાખ લિટર કરવામાં આવશે. અમૂલે સહકારી સેક્ટરમાં મીઠાઇઓ તેમજ બેકરીની ચીજવસ્તુઓનું ઉત્પાદન શરૂ કર્યું છે. આ ઉપરાંત રાજ્યના ખેડૂતોની આવક વધારવા માટે અમૂલ ખાદ્યતેલ અને બટાટા પ્રોસેસિંગ સેગમેન્ટમાં કાર્યરત છે. ખાદ્યતેલનું વેચાણ નવી બ્રાન્ડ જન્માય હેઠળ કરવામાં આવશે.આ બ્રાન્ડમાં મગફળીકપાસિયાસૂર્યમુખીસરસવ અને સોયાબીનનું તેલ સમાવવામાં આવશે.

એમડીએ કહ્યું કે અમારી પાસે ખાદ્યતેલબેકરી અને બટાટાની પ્રક્રિયા માટે પ્લાન્ટ છે. અમે આગામી બે વર્ષમાં આ નવા વ્યવસાયમાં વધુ પ્લાન્ટ સ્થાપવા માટે 500 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાના છીએ. તેમણે કહ્યું કે લોકડાઉન અને કોરોના સંક્રમણના સમયે લોકોને અમૂલની તમામ પ્રોડક્ટ્સ તેમના ઘર સુધી પહોંચાડીને અમે વેચાણમાં વધારો કર્યો છેજો કે આઇસક્રીમના વેચાણમાં 40 ટકાનો ઘટાડો થયો છે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉન અને કોરોનાને કારણે જ્યાં દેશની મોટી મોટી કંપનીઓ મુશ્કેલીમાં છે ત્યાં અમૂુલ નફો કરી રહી છે. જેને કારણે તમામ મોટી કંપનીઓ હવે જીવન જરૂરી વસ્તુઓના ધંધામાં પોતાનો વિસ્તાર કરી રહી છે. હાલમાં રીલાયન્સે બિગ બઝારને ખરીદી લીધું તે તેનો જ ઇશારો છે. 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp