26th January selfie contest

મોમોઝ ખાવાથી એક વ્યક્તિનું થયું મૃત્યુ. AIIMSએ આપી આ ચેતવણી

PC: Google

મોમોઝ ખાવાથી દિલ્હીમાં એક પચાસ વર્ષના વ્યક્તિનું મૃત્યુ થઈ ગયુ છે. ‌AIIMSના જણાવ્યા મુજબ તે વ્યક્તિએ મોમોઝ બરાબર ચાવીને ન ખાયું હો‍વાથી તેનું દમ ઘુટીને મૃત્યુ થયું હતું. આથી AIIMS દ્વારા મોમોઝને ખાવાની એક ચોક્કસ રીત પણ જણાવી છે.

રોડની સાઇડ પર અથવા તો હોટેલમાં ઘણાં લોકો મોમોઝ ખાય છે. મસાલેદાર ચટની સાથે મોમોઝ ખાવાની મજા જ અલગ છે. જોકે મોમોઝના શોખિન માટે એક ખરાબ સમાચાર છે. થોડા દિવસ પહેલાં જ દિલ્હીમાં એક વ્યક્તિની મોમોઝ ખાવાથી મૃત્યુ થયુ હતુ. ત્યાર બાદ AIIMS દ્વારા એક એ્ડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જો તમને પણ મોમોઝ પસંદ હોય તો આ એડ્વાઇઝરીને ફોલો કરવી જરૂરી છે.

AIIMS દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે દિલ્હીમાં પચાસ વર્ષના વ્યક્તિનું મૃત્યુ થયું હતું એની મેડિકલ તપાસમાં એ વાત બહાર આવી છે કે તેની શ્વાસનળીમાં મોમોઝ ફસાયુ હતુ. આ કારણસર તેનું મૃત્યુ થયુ હતુ. મોમેઝને કારણે દમ ઘૂટાઈ રહ્યો હતો અને તેને ન્યુરોજેનિક કાર્ડિયાક અરેસ્ટ આવતાં તેનું મૃત્યુ થયુ હતુ.

AIIMSના એક્સપર્ટ દ્વારા મોમોઝ ખાનારા લોકો માટે ચેતવણી આપતાં એક એડ્વાઇઝરી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે મોમોઝ ચીકણુ અને તરત લિપસ્તું હોય એવું હોવું જોઈએ. જો કોઈએ મોમોઝ બરાબર ન બનાવ્યુ હોય અને એને બરાબર ચાવ્યા વગર ઓગાળી દેશે તો તેને પણ દમ ઘુટી શકે છે. આથી હંમેશાં આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

એશિયાના સૌથી પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડમાં મોમોઝનો સમાવેશ થાય છે. મોમોઝ આકારમાં થોડા ઘણાં સમોસા જેવા જ દેખાતા હોય છે. જોકે એની અંદરનું સ્ટફ અલગ પ્રકારનું હોય છે. મોમોઝ ખાસ કરીને નેપાલ, તિબેટ અને નોર્થ ઇડિન્યામાં વધુ ફેમસ છે. એને મેંદો અથવા તો અન્ય લોટમાં લપેટીને અંદર સ્ટફિંગ કરવામાં આવે છે. ચીની વાનગીમાં બાઓજી, જિયાઓજી અને મંટો જેવું, મંગોલિયાની ડિશમાં બુઝ જેવું અને જપાની ડિશમાં ગ્યોજા જેવું લાગે છે. આ મોમોઝનું સેવન સ્વાસ્થય માટે ખતરનાક સાબીત થઈ શકે છે.

મોમોઝની ઉપરની લેયર મેંદામાંથી બનાવવામાં આવે છે. મેંદામાં બ્લીચ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જે અગ્નાશયને નુક્સાન પહોંચાડી શકે છે. આથી ઇંસુલિન-ઉત્પાદનની ક્ષમતામાં વધારો થાય છે.

મોમોઝની અંદર રાખવામાં આવતું સ્ટફ અથવા તો ચિકન લાંબા સમય સુધી અંદર રાખી મુકવાથી ખરાબ થઈ જાય છે. આથી ખરાબ વસ્તુ જો પેટમાં ગઈ તો એનાથી તબીયત ખરાબ થાય એ સ્વાભાવિક છે.

લાલ મર્ચુ સ્વાસ્થય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ એમાં કોઈ પણ જાતની પ્રોસેસિંગ કરવામાં ન આવી હોય અથવા તો એમાં કઈ મળાવવામાં ન આવ્યુ હોય તો. જોકે મોમોઝ વેચનારા લાલ મર્ચાની ક્વોલિટીની ચિંતા નથી કરતા. તેઓ માર્કેટમાંથી સસ્તુ લાલ મર્ચુ ખરીદી લેશે અને એની ચટની બનાવશે. આ પ્રકારની ચટણી ખાવાની પાઇલ્સ થઈ શકે છે.

સ્વાદ માટે મોમોઝમાં મોનો-સોડિયમ ગ્લૂટામેટ ભેળવામાં આવે છે. સોડિયમ ગ્લૂટામેટ સફેદ ક્રિસ્ટલ પાઉડર જેવો હોય છે. એનાથી વજન તો વધે છે, પરંતુ સાથે નર્વ ડિસ ઓર્ડર, પરસેવો થવો, બોડી પેઇન અને હાર્ટ રેડ વધી જવા જેવા ઘણાં પ્રોબ્લેમ થઈ શકે છે.

મોમોઝમાં ગોબીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જો આ ગોબીને એટલે કે મોમોઝને ચોક્કસ રીતે પકાવવામાં ન આવે તો એ ખતરનાક સાબીત થઈ શકે છે. ગોબીમાં ટૈરવાર્મના કિટાણું હોય છે અને એ માથા સુધી પહોંચી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp