ચોમાસામાં કાળા જાંબુ ખાશો તો મળશે આ લાભ

PC: thehealthsite.com

ચોમાસાની સિઝનમાં કાળાજાંબુ ઠેર-ઠેર મળે છે, પરંતુ ઘણા લોકો ચોમાસાના આ ફળનો લાભ લેવાનું ચુકી જાય છે. પણ તમને જણાવી દઈએ કે કાળા જાંબુ અત્યંત લાભદાયી છે, જેને ખાઈને તમે એકસાથે અનેક ફાયદા મેળવી શકો છો.

ડાયાબિટિઝના દર્દીઓ માટે કાળા જાંબુ અને તેના ઠળિયા અત્યંત લાભદાયી છે. આ માટે ડાયાબિટિઝના દર્દીઓ રોજ જાંબુ ખાવાની સાથે તેના ઠળિયાનું ચૂર્ણ પણ ખાઈ શકે છે. આ માટે તમે જાંબુના ઠળિયાને સૂકવીને પીસી દો અને પછી રોજ એક ગ્લાસ પાણીમાં એ પાઉડર નાંખીને પીઓ.

કાળા જાંબુમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે લોહીને સાફ કરવામાં અત્યંત મદદરૂપ થાય છે. આ ઉપરાંત કાળા જાંબુ ડાયેરિયા અને અપાચન જેવી પેટની બીમારીઓ માટે પણ અત્યંત લાભદાયી છે. આ ઉપરાંત આ ફળમાં કેલરી પણ ઘણી ઓછી હોય છે, જેને કારણે વજન ઘટાડવામાં પણ તે ઘણું ઉપયોગી છે.

આ તો ઠીક વર્ષો પહેલાં આ બાબત મેડિકલી પણ સાબિત થઈ ચૂકી છે કે કાળા જાંબુમાં કિમોપ્રિવેંટિવ અને કેન્સર પ્રતિરોધક તત્ત્વો પણ રહેલા હોય છે, જેને કારણે કાળા જાંબુ કેન્સર સામે પણ રક્ષણ આપે છે.

ઉલ્લેખનીય છે કે જુદા જુદા દેશો કે રાજ્યોમાં કાળા જાંબુ જુદા જુદા નામે ઓળખાય છે. ક્યાંક તેને વાંઝરા તરીકે પણ ઓળખવામાં આવે છે તો ક્યાંક તેને બ્લેક પ્લમ કે જાવા પ્લમ તરીકે પણ ઓળખવામાં આવે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp