દંપતિએ ઉગાડ્યું વિશાળકાય કોબી, માણસની લંબાઈ જેટલી છે સાઈઝ

PC: cnn.com

ઓસ્ટ્રેલિયામાં એક દંપતિએ એટલી મોટી કોબીજ ઉગાડી છે, જેને જોઈને સૌ કોઈ હેરાન છે. કોબીજની સાઈઝ માણસ જેટલી છે. આ કોબીજને ઉગાડવા માટે દંપતિએ 9 મહિના સખત મહેનત કરી છે. મળતી માહિતી અનુસાર, ઓસ્ટ્રેલિયામાં રહેતી રોઝમેરી નૉરવુડ અને તેના પતિ સીન કેડમેને આ કોબી ઉગાડી છે. આ દંપત્તિ જૈકીશ માર્શમાં રહે છે. મળતી માહિતી અનુસાર, આ દંપતિએ ગત વર્ષે એપ્રિલ મહિનામાં પોતાના ઈકો-ટુરિઝમ ગેસ્ટહાઉસમાં વિશાળકાય શાકભાજીઓ ઉગાડવાની શરૂઆત કરી હતી.

આ અંગે નૉરવુડે જણાવ્યુ હતુ કે, આ પ્રકારનો પ્રયોગ હંમેશાં સફળ નથી થતો. તેણે વધુમાં જણાવ્યુ હતુ કે, આ સફળ પ્રયોગ પાછળનું એક સૌથી મોટું કારણ અનુકુળ વાતાવરણ છે. શરૂઆતમાં ગરમી પછી સારી વસંત ઋતુ, પછી સારો વરસાદ અને ફરી પાછી ગરમી.

આ કોબીને મોટી કરવા માટે દંપતિએ તેની ખૂબ જ કાળજી લીધી હતી. તેમણે આસપાસ ઉગાડેલી કોબી તેમજ અન્ય શાકભાજીઓને કાપી નાંખી, જેથી આ કોબી ઝડપથી વિકસિત થઈ શકે. આ દંપતિએ જણાવ્યુ હતુ કે,  આ કોબીને વિકસિત કરવા માટે તેમણે એક તારની વાડ બનાવી હતી. તેમજ એક જાળ બિછાવીને તેને કીડા-મંકોડાથી બચાવવામાં આવી હતી. દંપતિએ વધુમાં જણાવ્યુ હતુ કે, આ કોબી એટલું મોટું છે કે તેને બે અઠવાડિયા સુધી ખાઈ શકાય.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp