26th January selfie contest

બાબરકોટનો બાજરોઃ જેને 5000 વર્ષથી બચાવ્યો તે એક સિમેન્ટ કંપનીને કારણે પતી જશે?

PC: firstpost.com

અમરેલીના જાફરાબાદ તથા ભાવનગરના દરિયા કાંઠના ખેતરોમાં બાબરકોટ નામના બાજરાની ખેતી ભયમાં આવી પડી છે. આ બાજરાની જાત એટલી મીઠી છે કે લોકો રોટલા ખાતા ધરાતાં નથી. ખેડૂતો રૂપિયા 50ના કિલો અને વેપારીઓ રૂપિયા 150ના કિલોના ભાવે વેચે છે. અનાજમાં તે બાસમતી ચોખા કરતાં પણ મોંઘો છે. સામાન્ય બાજરા કરતાં આ બાજરાની કિંમત અઢી ગણી હોય છે.

તેના રોટલામાં ભારે મીઠાશ છે. જાફરબાદના બાબરકોટ ગામનો બાજરો પ્રખ્યાત છે. કેન્દ્રના કૃષિ મંત્રાલયે બાબરકોટના બાજરાની લેબોરેટરી તપાસ કરાવી હતી. બાબરકોટના બાજરો દેશના તમામ બાજરા કરતાં પ્રોટીન વધું છે. હાઈડ્રોકાર્બન સૌથી વધું તત્વો તેમાં છે. જે અંગે કેવન્દ્ર સરકાર વિગતે અહેવાલ જાહેર કરવાની છે. એવું કૃષિ વિભાગે જાહેર કર્યું છે.

રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં અલગ પ્રકારના પથ્થર છે. જેના કારણે બાજરામાં મીઠાશ આવતી હોવાનું માનવામાં આવે છે. અહીંની જમીનમાં જ પાકતો બાજરો દેશ વિદેશમાં જાય છે. બાબરકોટ ગામ ઉપરાંત 7 ગામો જેવા કે રોહિસા, વારાહ સ્વરૂપ, મિતિયાળા, વાંઢ, વઢેરા ગામોમાં આ બાજરો પાકે છે.

ભાવ ઊંચા રહેતાં હોવાથી તે શ્રીમંતોનો ખોરાબ બની ગયો છે. અહીં ઓછા રસાયણો સાથે ખેતી થાય છે. તેથી રોટલાની મીઠાશ સારી આવે છે.એવું માનવામાં આવે છે કે અહીં હડપ્પન સમયથી બાજરો વાવવામાં આવે છે. અહીં બાબરકોટમાં 2.7 હેક્ટર વિસ્તારમાં હડપ્પન સમયનું કિલ્લેબંધ શહેર મળી આવ્યું છે. અહીં યુનિવર્સિટી ઓફ પેન્સિવેનિયાના ગ્રેગરી પોસેલે ઐતિહાસિક સ્થળનો અભ્યાસ કર્યો છે.

5 હજાર વર્ષ પહેલા અહીં બાજરી પાકતી હતી તેના અવશેષો મળ્યા છે. જે ઇ.સ.પૂર્વે ત્રીજી સદીમાં બાજરીનો પાક અહીં લેવામાં આવતો હોવાના પૂરાવા મળ્યા છે. તે પણ શિયાળા અને ઉનાળા એમ બે ઋતુમાં બાજરાની ખેતી 2300 વર્ષ પહેલાં લેવાતાં હોવાના આ મજબૂત પુરાવા મળ્યા છે.

વિશ્વમાં 2.60 લાખ ચોરસ કિલો મિટર ખેતરોમાં બાજરો પાકે છે. પણ બાબરકોટના જેવો ક્યાંય પાકતો નથી. આફ્રિકા અને ભારત તથા આસપાસના દેશોમાં પ્રાગૈતિહાસિક કાળથી ખેડૂતો ખેતી કરે છે. બાજરી  આફ્રિકામાં ઉત્પન્ન થઈ હોવાનું વિદેશીઓ માને છે. ઇ.સ.પૂર્વે 2000માં ભારતમાં આવી હોઈ શકે છે. આફ્રિકાના સાહેલ વિસ્તારમાં સારી બાજરી પાકે છે. અમેરિકા, બ્રાઝિલમાં પણ બાજરી પાકે છે.

ભારતમાં 3 ઋતુમાં બાજરી થાય છે.ગુજરાત ત્રીજા નંબરનું રાજ્ય છે. હવે હાઈબ્રિડ આવી ગઈ છે. તેથી મીઠાશ જતી રહી છે.

7 સપ્ટેમ્બર 2017માં જાફરાબાદના બાબરકોટમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરીને  માઈન્સની લીઝ આપવા અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આસપાસના 10 ગામોની લોકસુનાવણી રાખવામાં આવી હતી. અધિકારી આર આર વ્યાસ હતા. 27 ગામના લોકોએ ફેક્ટરીનો વિરોધ કરીને પૂરાતન સમયથી ઉગાડાતા બાજરાના ખેતરને બચાવી લેવા માટે રજૂઆત કરી હતી. અહીં 12 વર્ષ પહેલા એક વીઘામાં 10 ખાંડી બાજરો પાકતો હતો. હવે પ્રદુષણ વધવાના કારણે 1થી 2 ખાંડી પાકે છે.

બાબરકોટ ગામમાં 64 હેક્ટર જમીન આ અલ્ટ્રાટેક કંપનીએ લઈ લીધી છે. જ્યાં બાજરાનું વિપુલ ઉત્પાદન થતું હતું. વળી 193 હેક્ટર જમીનને ખાણમાં ફેરવી દેવામાં આવી રહી છે. અહીં છેલ્લાં 30 વર્ષથી 13 ગામના લોકો દરિયાના ભૂગર્ભ પાણીથી પરેશાન છે. કંપની ચીન પછી વિશ્વમાં સૌથી મોટી સિમેન્ટ કંપની છે. ઊંડે સુધી નિયમો નેવે મૂકીને ખાણો ખોદી કાઢવામાં આવી છે. હવામાં દૂર સુધી રજકણો ફેલાવાના કારણે બાજરીના ઉત્પાદનને ફટકો પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp