બિહારી સમોસા જેટલી જ ટેસ્ટી બિહારી પાત્રાની રેસિપી

PC: theflavourtrip.com

સર્વિંગઃ 5 વ્યક્તિ

કુલ સમયઃ 1 કલાક

સામગ્રી

15-16 અરવીનાં પાન

1 કપ ચણાની દાળ (4-5 કલાક પલાળેલી)

¼ કપ ચોખા (4-5 કલાક પલાળેલા)

1 કપ ચણાનો લોટ

1 ચમચી હળદર

2 ચમચી લીલા મરચાં અને લસણની પેસ્ટ

½ ચમચી લાલ મરચાનો પાવડર

2 ચમચી આમચૂર પાવડર

1 ચપટી હિંગ

1 ચમચી જીરું

મીઠું સ્વાદ અનુસાર

તેલ તળવા માટે

બનાવવાની રીત

સૌથી પહેલા અરવીનાં પાનને ધોઈને કોરા કરી લો. ચોખા અને ચણાની દાળને થોડું પાણી નાંખીને અલદ-અલગ દળી લો. હવે, એક મોટા બાઉલમાં દળેલા ચોખા, દળેલી ચણાની દાળ, ચણાનો લોટ, મરચા-લસણની પેસ્ટ, મીઠું, હળદર, હિંગ, આમચૂર પાવડર, લાલ મરચાનો પાવડર નાંખીને બરાબર મિક્સ કરી લો. તેમાં જરૂરિયાત અનુસાર પાણી ઉમેરો. અરવીનાં પાનની દાંડીઓ કાપી લો.

હવે, કિચન બોર્ડ પર અરવીનાં પાન મૂકીને તેનાં પર ચોખા-દાળનું તૈયાર કરેલું મિશ્રણ લગાડો. ત્યારબાદ તેનાં પર બીજું પાન મૂકી તેનાં પર પણ આ મિશ્રણ લગાડો. હવે, તેને રોલ કરી લો. આ રીતે બધાં જ પાનનાં રોલ બનાવી લો.

હવે, ઈદડાં બનાવવાનાં કૂકરમાં પાણી ગરમ કરો, અને તેનાં પર પ્લેટ મૂકીને પાત્રાંને તેને વરાળ વડે બાફી લો. આશરે, 12-15 મિનિટ થવા દો. પાત્રાં બફાઈ ગયા બાદ તેને થાળીમાં કાઢીને ઠંડા થવા દો. પાત્રા ઠંડા થયા બાદ તેનાં ગોળ પીસ કરી લો. પેણીમાં તેલ ગરમ કરી, પાત્રાને ડિપ ફ્રાય કરો. હવે તેને લીલા ધાણાની ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp