ગણતરીની મિનિટ્સમાં બની જશે મોંમાં પાણી લાવી દેતી બ્રેડ કટલેટ્સ

PC: hungryforever.com

સામગ્રી:

  • ચાર નંગ બ્રેડ સ્લાઇસ
  • બે નંગ બાફેલા બટાકા
  • એક મોટી ચમચી દહીં
  • ઝીણી સમારેલી એક નંગ ડુંગળી
  • એક ચમચી ઝીણી સમારેલી કોથમીર
  • અડધી ચમચી કસૂરી મેથી
  • એક ચમચી આદુ-મરચાની પેસ્ટ
  • અડધી ચમચી ધાણાજીરું
  • એક ચપટી આમચૂર પાઉડર
  • એક ચમચી રોસ્ટેડ મગફળીનો પાઉડર
  • એક ચમચી કોર્નફ્લોર
  • એક મોટી ચમચી છીણેલું ચીઝ
  • મીઠું સ્વાદ અનુસાર

રીત:

  1. સૌ પ્રથમ બ્રેડની સ્લાઇસને દહીમાં બે મિનિટ માટે પલાળી મૂકો.
  2. હવે બાકીની બધી સામગ્રીને પણ આ મિશ્રણમાં નાખો. સારી રીતે મિક્સ કર્યા બાદ આ સામગ્રીમાંથી કટલેસ બનાવો.
  3. હવે તવો ગરમ કરો અને તેની ઉપર થોડુ તેલ લગાવો અને કટલેટ્સને તવા પર શેલો ફ્રાય કરો.
  4. સોનેરી રંગની થાય કે તેને કાઢી લો. ગરમાગરમ કટલેટ્સ ટોમેટો સોસ સાથે સર્વ કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp