વેલેન્ટાઈન ડેના દિવસે પોતાના પાર્ટનર માટે ઘરે બનાવો ચોકો લાવા કેક

PC: homecookingadventure.com

સર્વિંગઃ 4

કુલ સમયઃ 15 મિનિટ

સામગ્રીઃ

½ કપ મેંદો

6 ટે.સ્પૂન કોકો પાવડર

½ ટી.સ્પૂન બેકિંગ પાવડર

½ ટી.સ્પૂન બેકિંગ સોડા

¼ કપ પીગાળેલી ડાર્ક ચોકલેટ

½ કપ પીગળેલું બટર

½ કપ દળેલી ખાંડ

¾ કપ વ્હીપ્ડ યોગર્ટ

½ કપ દૂધ

બનાવવાની રીતઃ

એક બાઉલમાં ડાર્ક ચોકલેટમાં ગરમ દૂધ ઉમેરી ચોકલેટ ઓગળે ત્યાં સુધી હલાવો. પછી તેમાં દહીં અને બટર નાખી સરખી રીતે હલાવી લો. પછી તેમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા, ખાંડ,મેંદો અને કોકો પાવડર નાખી એકરસ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લો. હવે કપ કેકના મોલ્ડમાં કાગળનું મોલ્ડ મૂકી તેની અંદર તૈયાર મિશ્રણ નાખી પ્રીહીટ કરેલા ઓવનમાં 7 મિનિટ સુધી બેક થવા મૂકો. પછી તેને બહાર કાઢી ઠંડુ થવા મૂકો. છેલ્લે તેને ગુલાબના પાંદડા અને મીન્ટ લીવથી ગાર્નિશ કરો. તમે ચાહો તો તૈયાર મિશ્રણની વચ્ચે ચોકલેટનો ટુકડો પણ મૂકી શકો છો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.