ચોકલેટ રસિકો માટે ચોકલેટ મુસ ઘરે બનાવવું છે એકદમ ઈઝી

PC: lavenderandlovage.com

સર્વિંગઃ 4

કુલ મસયઃ 15 મિનિટ

સામગ્રીઃ

1 કપ સમારેલી ડાર્ક ચોકલેટ

¼  કપ દૂધ

1 ટે.સ્પૂન દળેલી ખાંડ

1 ¾ કપ વ્હીપ્ડ  ક્રીમ

¼ ટી.સ્પૂન વેનીલા એસેન્સ

2 ટે.સ્પૂન મધ

બનાવવાની રીતઃ

એક બાઉલમાં ચોકલેટ અને દૂધને મિક્સ કી 2 મિનિટ માટે માઈક્રોવેવ કરો. પછી બહાર કાઢી મિશ્રણને હલાવી લો. ચોકલેટ પીગળવાની હજુ બાકી હોય તો ફરીથી 1 મિનિટ માટે માઈક્રોવેક કરી લો. હવે મિશ્રણને એકરસ થાય ત્યાં સુધી હલાવી લો. હવે બીજા એક બાઉલમાં વ્હીપ્ડ ક્રીમ અને ખાંડને સરખી રીતે મિક્સ કરી લો. હવે તેમાં ચોકલેટનું મિશ્રણ નાખી સરખી રીતે હલાવી લો. હવે તૈયાર આ મુસને સર્વિંગ બાઉલમાં કાઢી 1-1.30 કલાક માટે ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકો. સર્વ કરતી વખતે તેને બહાર કાઢી ઉપરથી વ્હીપ્ડ ક્રીમથી ગાર્નિશ કરી સર્વ કરો. તમે ઉપરથી ચોકલેટ સોસ પણ નાખી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.