પિત્ઝા સાથે વાંદો પણ રાંધીને આપી દીધો, ડોમિનોઝ રેસ્ટોરાં સીલ, આટલા રૂપિયા દંડ

PC: aajtak.in

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ડોમિનોઝ રેસ્ટોરન્ટમાં પિત્ઝાની સાથે વાંદો પણ રાંધીને આપી દેવાની ઘટના સામે આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ પછી આ પિત્ઝા સ્ટોરને સીલ કરી દેવામાં આવ્યો છે અને 1 લાખ રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જયારે ફરિયાદના આધારે ડોમિનોઝમાં તપાસ કરવામાં આવી તોઅહીં રસોડામાં પણ ઘણા વાંદા ફરતા દેખાયા હતા. રેસ્ટોરન્ટમાં બધે જ ગંદકી જ ફેલાયેલી હતી.

ડોમિનોઝના એક ઓસ્ટ્રેલિયન સ્ટોરમાં એક ગ્રાહકને વાંદા સાથે રાંધેલા પિત્ઝા આપવામાં આવ્યો હતા. પિત્ઝામાં રંધાયેલો વાંદો દેખાતા ગ્રાહકે બુમરાણ મચાવી હતી અને આ પછી ગ્રાહકે આ અંગે ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે આરોગ્ય નિરીક્ષકો સ્થળ પર પહોંચ્યા. જ્યારે તેઓ ડોમિનોઝ પિત્ઝા સ્ટોર પર પહોંચ્યા તો તેઓ રસોડાની ગંદકી જોઇને દંગ રહી ગયા હતા.રસોડું ખરાબ હાલતમાં હતું અને અહીં ઘણાં વાંદાઓ ફરતા હતા.

ચેટ્સવૂડ પ્રોપર્ટી (સિડની)માં ડોમિનોઝ પિત્ઝાના સ્ટોરમાં એક ગ્રાહકને પિઝાની અંદર એક વાંદો મળ્યો, ત્યારબાદ વિલોબી કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવી. આ પછી, આરોગ્ય નિરીક્ષકો સ્થળ પર પહોંચ્યા, તેમને સ્ટોરની અંદર ઘણા બધા વાંદા મળ્યા. સર્વત્ર ગંદકી જોવા મળી હતી.જ્યાં પિત્ઝા સહિતની અન્ય વાનગીઓ ખાવા માટે તૈયાર  હતી તેમાં પણ ગંદકી જોવા મળી હતી. અધિકારીઓએ સ્ટોરને 1 લાખ રૂપિયા દંડ ફટકાર્યો હતો.

વિલોબી કાઉન્સિલે જણાવ્યું હતું કે ડોમિનોઝ પિત્ઝાના આ સ્ટોરને ભૂતકાળમાં ઘણી ચેતવણીઓ આપવામાં આવી હતી, કારણ કે અહીં નિર્ધારિત નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આ મામલે ડોમિનોઝનું નિવેદન આવ્યું છે. પિત્ઝા કંપનીએ પીડિત ગ્રાહકની માફી માંગી.

ડોમિનોઝે તેના નિવેદનમાં કહ્યું કે, સ્ટોર ગયા અઠવાડિયાથી જ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ પછી સમારકામ અને મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાધનસામગ્રી સાફ અને બદલવામાં આવી રહી છે. જ્યાં વાનગીઓ તૈયાર કરવામાં આવે છે તે જગ્યાને પણ સેનિટાઇઝ કરવામાં આવી રહી છે. વાસણો પણ સાફ કરવામાં આવી રહ્યા છે.

કાઉન્સિલે આસપાસ હાજર આવા ધંધા સાથે જોડાયેલા લોકોને પણ ચેતવણી આપી છે, જેઓ સ્વચ્છતાનું ધ્યાન નથી રાખતા. કાઉન્સિલે કહ્યું કે તેઓ ખાદ્ય સુરક્ષાને ખૂબ ગંભીરતાથી લે છે એટલે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp