26th January selfie contest

મધમાં વાયગ્રા મિક્સ કરીને વેચી રહી હતી કંપનીઓ, જાણો તેને લેવાના નુકસાન

PC: washingtonexaminer.com

મધને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં પણ મધના ઘણા ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું છે. આજકાલ માર્કેટમાં અલગ-અલગ બ્રાન્ડના મધ મળવા માંડ્યા છે પરંતુ, તમે જે મધનું સેવન કરી રહ્યા છો તે શું ખરેખર અસલી છે અથવા તેમા કોઈપણ પ્રકારની ભેળસેળ કરવામાં આવી છે, એ જાણવું ખૂબ જ જરૂરી છે. હાલમાં જ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મધમાં ભેળસેળને લઈને ચાર કંપનીઓને વોર્નિંગ આપી છે. FDA અનુસાર, આ ચારેય કંપનીઓ મધમાં એવી વસ્તુઓ ભેળસેળ કરીને વેચતી હતી જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ તમામ કંપનીઓ સેક્સ પાવર વધારવા માટે મધમાં ભેળસેળ કરી પ્રોડક્ટ્સ વેચી રહી હતી. આ તમામ પ્રોડક્ટ્સમાં વાયગ્રા અને સિયાલિસ જેવા ડ્રગ મિક્સ કરવામાં આવી રહ્યા હતા, જેની જાણકારી પ્રોડક્ટ્સના લેબલ પર આપવામાં આવી નહોતી.

FDAએ યૂએસ રોયલ હની એલએલસી (US Royal Honey LLC), એમકેએસ એન્ટરપ્રાઈઝ એલએલસી (MKS Enterprise LLC), શૉપેક્સ ડોટ કોમ (Shopaax.com) અને 1 am USA Incorporated dba Pleasure Products USAને વોર્નિંગ લેટર મોકલ્યો છે. આ ચારેય કંપનીઓ પોતાના પ્રોડક્ટ્સને અલગ-અલગ વેબસાઈટ્સ પર વેચી રહી હતી. મધયુક્ત આ તમામ પ્રોડક્ટ્સને સેક્સ પાવર વધારવા માટે અલગ-અલગ નામો સાથે વેચવામાં આવી રહી હતી જેમકે ડોઝ વાઈટલ હની ફોર મેન્સ, સીક્રેટ મિરેકલ રોયલ હની ફોર હર્સ, કિંગડમ હની રોયલ વીઆઈપી વગેરે. આ તમામ પ્રોડક્ટ્સના લેબલ પર વાયગ્રા અને સિયાલિસ જેવા ઈન્ગ્રીડિએન્ટ્સની જાણકારી આપવામાં આવી નહોતી. તમામ પ્રોડક્ટ્સના લેબલ પર માત્ર કેવિયાર પાઉડર અને તજ જેવા નેચરલ ઈન્ગ્રીડિએન્ટ્સના નામ લખેલા હતા.

FDA તરફથી પોસ્ટ કરવામાં આવેલી નોટિસ અનુસાર, એજન્સીની લેબોરેટરી ટેસ્ટિંગમાં આ પ્રોડક્ટ્સના સેમ્પલ્સમાં મળી આવ્યું છે કે આ તમામમાં એવા ડ્રગ ઈન્ગ્રીડિએન્ટ્સ સામેલ હતા જેના નામ પ્રોડક્ટ્સના લેબર પર આપવામાં આવ્યા નહોતા. આ તમામ કંપનીઓના પ્રોડક્ટ્સમાં એજન્સીને વાયગ્રા અને સિયાલિસ જેવા ડ્રગ ઈન્ગ્રીડિએન્ટ્સ મળ્યા. આ બંને જ ઈન્ગ્રીડિએન્ટ્સને FDA તરફથી ડ્રગ જાહેર કરવામાં આવ્યા છે જેનો ઉપયોગ નપુંસકતાની સમસ્યા સામે ઝઝૂમી રહેલા પુરુષોની સારવાર માટે કરવામાં આવે છે. આ ડ્રગનો ઉપયોગ માત્ર મેડિકલ કારણોને પગલે જ કરવામાં આવે છે.

FDAની અધિકારી જૂડી મેકમીકિને કહ્યું, આ પ્રકારના મધયુક્ત પ્રોડક્ટ્સ ખૂબ જ ખતરનાક હોય છે કારણ કે, ઉપભોક્તા આ ઉત્પાદનોમાં છૂપાયેલા ડ્રગ ઈન્ગ્રીડિએન્ટ્સ સાથે સંકળાયેલા જોખમોથી અજાણ હોય છે. સાથે જ આ ડ્રગ ઈન્ગ્રીડિએન્ટ્સ ઉપભોક્તા તરફથી લેવામાં આવેલા અન્ય ડ્રગ્સ અને સપ્લીમેન્ટ્સની સાથે મળીને રિએક્ટ કરી શકે છે. કમિશનરે આગળ કહ્યું કે, આ પ્રકારના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી તે ઘણીવાર જીવલેણ સાબિત થઈ શકે છે. અમે ઉપભોક્તાઓને ઓનલાઈન અથવા દુકાનોમાં ખરીદી કરતી વખતે સાવધાન રહેવા માટે કહીએ છીએ કે તેઓ આવા પ્રોડક્ટ્સને ખરીદવાથી બચે જે તેમના સ્વાસ્થ્યને જોખમમાં મુકી શકે છે.

IFT સાયન્સ અનુસાર, અજાણતા અથવા જાણી જોઈને વાયગ્રા અને સિયાલિસ જેવા ડ્રગ્સનું સેવન કરવું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. વાયગ્રા  PDE5 નામના એન્ઝાઈમને કામ કરતું અટકાવી દે છે. PDE5 નું કામ બ્લોક થવાથી રક્ત કોશિકાઓ રિલેક્સ થઈ જાય છે, બ્લડ ફ્લો વધે છે અને બ્લડ પ્રેશર નીચે ખતરનાક સ્તર પર પહોંચી જાય છે. IFT સાયન્સ અનુસાર, વાયગ્રા અને સિયાલિસ જેવી દવાઓ નાઈટ્રેટ સાથે મળીને રિએક્ટ કરે છે, જે લોકો ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અથવા હાર્ટ ડિસીઝમાં લે છે. તેનાથી તમારે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી ખતરનાક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp