ગ્રાહક કોર્ટે ઝોમેટો અને હોટેલને કર્યો મસમોટો દંડ, મગાવ્યું પનીરને આવ્યું ચીકન

PC: netdna.com

પૂણેની ગ્રાહક અદાલતે ફૂડ ડિલિવરી એગ્રીગેટર ઝોમેટો અને એક હોટેલને મસમોટો દંડ કર્યો છે. એક વકીલે પનીર બટર મસાલા મગાવ્યું હતું અને તેમને મળ્યું બટર ચીકન. તેમણે ઝોમેટોને ફરિયાદ કરી તો તેણે પૈસા પાછા આપી દીધા પરંતુ વકીલ તેમની સામે ગ્રાહક અદાલતમાં ગયા. ઝોમેટો અને હોટેલે દંડ ભરવો પડ્યો.

ન્યૂઝ એજન્સી આઇએએનસના રિપોર્ટ મુજબ પૂણેના લોયર શન્મૂખ દેશમુખે પનીર બટર મસાલા મગાવ્યું પરંતુ તેમને તેને બદલે બટર ચીકન મોકલી દેવામાં આવ્યું. ગ્રેવી સરખી હોવાથી તેમને ખબર ન પડી. જોકે, પછી તેમણે ફરિયાદ કરી તો ઝોમેટોવાળાએ પૈસા પરત કરી દીધા. પરંતુ તેમણે ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો. ગ્રાહક અદાલતને ઝોમેટો કંપનીએ કહ્યું કે વકીલે તેમની બદનામી કરવા માટે કેસ દાખલ કર્યો છે. કારણ કે હોટેલે સ્વીકાર કરી લીધો હતો કે તેમની ભૂલ છે. જોકે, ગ્રાહક અદાલતે તેમની દલીલ સ્વીકાર ન કરી. તેમને બન્નેને સરખા દોષિત ગણાવ્યા. ઝોમેટો કંપની અને હોટેલ બન્નેને રૂ. 50,000નો દંડ ફટકાર્યો. તેમણે 45 દિવસની અંદર ગ્રાહકને દંડની રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp