કોરોનાઃ મોલ્સમાં ચેકિંગ, ભીડ ન થાય તે માટે આ પગલા

PC: Khabarchhe.com

કોરોના વાઈરસને પગલે શાળા-કોલેજો, મોલ, મલ્ટીપ્લેક્સ બંધ રાખવાના આદેશ પછી મોલ્સમાં કરિયાણા માટેની છૂટ અપાઇ છે. મોલ્સવાળાએ પણ  આ મામલે પગલા શરૂ કર્યા છે. મોલ્સમાં પ્રવેશ કરતા લોકોને શરદી-ખાંસી અંગે ચકાસણી કરાઇ રહી છે. જો હોય તો પ્રવેશ અપાતો નથી. આ ઉપરાંત એકસાથે વધુ લોકોને અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી. વારાફરતી લોકોને અંદર જવા દેવાય છે. ભીડ ન થઇ જાય તેની તકેદારી લઇને પ્રવેશ અપાય છે.

વાયરસ અહીં પણ ગંભીરરૂપ ધારણ કરી લે અને બધુ જ બંધ થઈ જાય તે પહેલા ઘણાં પરિવારો સુપર સ્ટોર તેમજ અનાજ કરિયાણાની દુકાનોમાં ઉમટી પડેલા જોવા મળ્યા અને એક મહિના ઉપરાંતનો સ્ટોક ખરીદવા લાગ્યા હતા. અનાજ-કરિયાણું, માસ્ક, સેનેટાઈઝર માટેની વસ્તુઓ ફિનાઈલ, સાબુ વગેરેનો મોટો જથ્થો સ્ટોક કરાય રહ્યો હતો. શહેરના મોટાભાગના સુપરસ્ટોર ખુલ્લા હતા.

સુપર સ્ટોરમાં પણ લોકો મોંઢા પર માસ્ક, રૂમાલ, દુપટ્ટો બાંધેલા જોવા મળ્યા હતા અને એકબીજાથી અંતર રાખી રહ્યા હતાં. તમામ સુપરસ્ટોરમાં પણ કોરોના અંગે કેવી સાવધાની રાખવી તે અંગે માઈક પરથી ગ્રાહકોને લગાતાર માર્ગદર્શન અપાતું હતું . સરકારે અને સુરત મહાનગર પાલિકાએ સાવચેતી રાખવા સૂચના આપી છે અને પેનિક નહીં કરવા કહ્યું છે પણ વિશ્વભરના હાલાત જોતા સુરતીઓ કોઈ ચાન્સ લેવા માંગતા નથી.

જેનુ જ ઉદાહરણ છે કે નજીવો તાવ, ખાંસી-શરદી હોય તો પણ કેટલાક લોકો તુરંત ડોક્ટરની સલાહ લઈ રહ્યાં છે અને ન જરૂર હોય તો પણ બ્લડ રિપોર્ટ, ચેસ્ટ રિપોર્ટ કઢાવી રહ્યાં છે. ખાનગી લેબ ટેસ્ટનો પણ તેને કારણે તડાકો પડી ગયો છે. ઘણાં સિવિલ અને સ્મીમેરમાં પણ તપાસ કરાવીને આત્મસંતોષ વ્યક્ત કરી રહ્યાં છે. સુરત મનપા પણ સેનિટાઈઝનની કામગીરી યુદ્ધના ધોરણે કરી રહી છે. બીઆરટીએસ, સિટી બસ, જાહેર સ્થળોએ તેની તકેદારી રખાય રહી છે. તો જાહેરમાં થુંકનારાઓને પણ દંડિત કરાય રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp