દિલ્હીમાં દર્દીઓને પીવડાવાઈ રહ્યા છે આ 2 ઈમ્યૂનિટી બૂસ્ટર્સ, જાણો બનાવવાની રીત

PC: dailyhunt.in

કોવિડ-19 ઈન્ફેક્શનની સામે તમારી મજબૂત ઈમ્યૂન સિસ્ટમ જ સૌથી મોટું સુરક્ષા કવચ સાબિત થઈ શકે છે. આથી, સ્વાસ્થ્ય મંત્રાલયથી લઈન ડૉક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટ્સ પણ લોકોને ઈમ્યૂનિટી બૂસ્ટ કરવાની સલાહ આપી રહ્યા છે. તેને માટે આયુર્વેદિક નુસ્ખાને અપનાવવાની સલાહ આયુષ મંત્રાલયે ઘણીવાર આપી છે. આવા જ બે ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવાના ફોર્મ્યુલા છે હળદરવાળું દૂધ અને આયુર્વેદિક ઔષધિઓથી બનેલો ઉકાળો, જેને નેચરલ ઈમ્યૂનિટી બૂસ્ટર્સ તરીકે લોકો પીએ છે. પરંતુ, ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને પીવાતા આ ઘરેલૂં નુસ્ખાને સંસ્થાઓ દ્વારા પણ અપનાવવામાં આવી રહ્યું છે અને કોવિડ-19 દર્દીઓને આપવામાં આવી રહ્યા છે.

દિલ્હીના છતરપુર સ્થિત રાધા સ્વામી સત્સંગ બ્યાસમાં બનાવવામાં આવેલા સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને સવારે આયુર્વેદિક ઉકાળો અને સાંજે હળદરવાળું દૂધ આપવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને રવિવારે આ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, અહીં રોગીઓને સવારે આયુર્વેદિક ઉકાળો અને સાંજે હળદરવાળું દૂધ આપવામાં આવી રહ્યું છે. તેમણે અહીં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી. અહીં તેમણે દર્દીઓ સાથે વાતચીત કરીને તેમને કેન્દ્રમાં મળી રહેલી સુવિધાઓ તેમજ ઉપચાર ઉપરાંત તેમના સ્વાસ્થ્ય તેમજ સુવિધા વિશે જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા આશરે 90 હજાર વ્યક્તિ સ્વસ્થ થઈ ચુક્યા છે. જોકે, આ સાથે જ દિલ્હીમાં કોરોનાથી 3300 કરતા વધુ લોકોના મોત પણ થઈ ચુક્યા છે.

હળદરવાળું દૂધ પીવાના ફાયદા

  • એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણોથી ભરપૂર હોવાને કારણે ઈજા તેમજ ઘા જલ્દી રુજાઈ જાય છે.
  • સ્કિનમાં છૂપાયેલા બેક્ટેરિયાનો નાશ થાય છે.
  • કમરનો દુઃખાવો ઓછો થાય છે.
  • રાત્રે ઉંઘ ના આવવાની સમસ્યા દૂર થાય છે.

આ રીતે બનાવો ઉકાળો

  • એક વાડકામાં એક કપ પાણીને ઉકાળવા મુકો.
  • તેમાં કાળા મરીનો પાવડર, છીણેલું આદુ અથવા સૂંઠ, પીપલી જેવા ગરમ મસાલા નાંખો.
  • તુલસીના પાન પણ તમે ઉકળતા પાણીમાં નાંખી શકો છો.
  • આ ઉકાળાને 5 મિનિટ સુધી ઉકાળો. પછી તેને ગેસ પરથી ઉતારી લો.
  • કોઈ કપમાં આ મિશ્રણને ગાળી લો. સ્વાદ અનુસાર તેમાં ગોળ અથવા મધ મિક્સ કરો અને ગરમ-ગરમ પી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp