ઓલ્ડ મંક વાળી ચાથી ચોંકશો નહીં, ઘણો જૂનો છે ચા-કોકટેલનો ઈતિહાસ

PC: shoplightspeed.com

ચા પીવાના શોખીનો હાલમાં જ એ વાત જાણીને ચોંકી ગયા જ્યારે તેમની નજર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો પર પડી. વીડિયોમાં ચા બનાવનાર વ્યક્તિ ઓલ્ડ મંક રમને ચાની સાથે મિક્સ કરી રહેલો જોવા મળ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ગોવાનો છે. આ વીડિયોના વાયરલ થતા જ લોકોએ પોતાના પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાંકને આ આઈડિયા એકદમ રસપ્રદ લાગ્યો હતો, તો અમુકનું માનવું છે કે બે એકદમ ખાસ ડ્રિંક્સને આ રીતે મિક્સ કરીને બંનેને જ બરબાદ કરી દીધા છે.

ચાને પસંદ કરતા લોકોને આ સહેજ પણ ગમ્યું નથી. ગોવા બીચ પર બનેલી ઓલ્ડ મંક ચાયની મજા જેવી પણ હોય પરંતુ શું તમને ખબર છે કે એલ્કોહોલિત મિશ્રિત ચા પીવાનો રિવાજ ઘણો જૂનો છે અને ભારત સહિત આખી દુનિયામાં જાણીતો છે. ભારતમાં પણ ઘણી પાર્ટીઓમાં અને કેફેમાં એલ્કોહોલવાળી ચા એટલે કે ટી-કોકટેલ્સ પીરસવામાં આવે છે. આથી દુનિયાના ફૂડ એક્સપર્ટ્સે ટી-કોકટેલ્સની સાથે એક થી વધારે એક પ્રયોગ કરવામાં આવે છે. કહેવાય છે કે ચાનો ઈતિહાસ ઈસા મસીહના જન્મથી પણ જૂનો છે. જ્યારે ટી-કોકટેલ્સ પણ સદીઓથી પીવામાં આવે છે.

ખાનપાન સાથે જોડાયેલા જાણકારોએ રસપ્રદ જાણકારીઓ ઈન્ટરનેટ પર શેર કરી છે. કેટલાંકનું માનવું છે કે આ 17મી સદીથી ચલણમાં છે. ઈંગ્લિશ મિલ્ક પંચને સૌથી જૂની એલ્કોહોલ મિશ્રિત ચાની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે. તેને બનાવવામાં દારૂ, ચા, પાણી, દૂધ, ખાંડ અને કેટલાંક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. દાવો છે કે આ ડ્રિંક 18મી શતાબ્દીના મધ્યમાં ચલણમાં હતી. એ પણ દાવો છે કે 1920ના દશકમાં જ્યારે અમેરિકામાં દારૂબંધી હતી તો લોકોએ સાર્વજનિક જગ્યાઓ પર દારૂ પીવાના નવા નવા આઈડીયા શોધ્યા જેના પરિણામે ચી-કોકટેલ્સ સહિત ઘણા મિક્સ્ડ ડ્રિંક્સની શોધ કરવામાં આવી હતી.

દુનિયાભરના મિક્સોલોજીસ્ટ અને બાર ટેન્ડર્સ આલ્કોહોલવાળી ચાની સાથે આજે પણ સતત એક્સપરીમેન્ટ કરતા રહે છે. જાણીતી અમેરિકન ફૂડ એન્ડ વાઈન એક્સપર્ટ ડેવ આર્નાલ્ડ પણ તેમાંથી એક છે. તેમણે દૂધ, આઈસ ટી, લેમોનેડ વગેરે સાથે એક ટી-કોકટેલ તૈયાર કર્યું, જેને તેમણે આર્નલ્ડ પામર કહ્યું. જે એક જાણીતા ગોલ્ફરના નામ પર આધારિત છે. આ નામ પર એક નોન આલ્કોહોલક ડ્રિંક પણ હાજર છે. હવે હર્બલ ચાની સાથે આલ્કોહોલને મિક્સ કરવાના પણ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. લોકપ્રિયા જાપાની ગ્રીન ટી માચા સાથે પણ કોકટેલની રસપ્રદ રેસિપી છે, જેનું નામ છે ધ વે ઓફ વોરિયર. આ બનાવવા માટે રમ, પાઈનેપલ, વેનીલા, કોકોનટ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.

ચાની સાથે એલ્કોહોલનું મિશ્રણ કોઈ સામાન્ય વસ્તુ નથી, ડ્રિંક્સમાં બંનેનું બેલેન્સ સ્થાપિત કરવું જ સૌથી મોટી ચેલેન્જ હોય છે. ભારતમાં પણ કેટલાંક ટી-કોકટેલ્સ ઘણા જાણીતા છે. વ્હીસ્કી, રમ, વોડકા, દરેક રીતના એલ્કોહોલથી આ ટી-કોકટેલ્સ તૈયાર કરવામાં આવે છે. તેને બનાવવા માટે દારૂ સિવાય ચા, પાણી, હની સિરપ, ફૂદીનો, તજનો પાવડર, લેમન જ્યુસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે આ જાણવું જરૂરી છે કે ભારતીય બાર અને રેસ્ટોરન્ટમાં સૌથી વધારે ડિમાન્ડ હોય તેવું ડ્રિંક લોન્ગ આઈલેન્ડ આઈસ ટી એક નોર્મલ કોકટેલ છે. ટી-કોકટેલ્સ નથી કારણ કે તેમાં ચાનો ઉપયોગ નથી થતો. એલઆઈઆઈટીને બનાવવામાં પાંચ પ્રકારના દારૂ અને કોલા ડ્રિંકનો ઉપયોગ થાય છે. આ દેખાવમાં આઈસ ટી જેવું દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp