બજારમાં વેચાઈ રહ્યું છે ઝાડૂથી બનાવેલું નકલી જીરું, આ રીતે ઓળખો

PC: millenniumpost.in

મિઠાઈથી લઈને મસાલા સુધીમાં તમે ભેળસેળના કિસ્સાઓ સાંભળ્યા હશે. હવે આ લિસ્ટમાં એક નવું નામ જોડાઈ ગયું છે. તે છે જીરુ. જો તમે જીરુ ખરીદી રહ્યા હોઉ તો જરા ચેતીને લેજો. કારણ કે બજારમાં નકલી જીરુ વેચવામાં આવી રહ્યું છે.

દિલ્હી પોલીસે બવાનામાં નકલી જીરુ બનાવનારી ફેક્ટરીને પકડી પાડી છે. તેઓ એક ખાસ પ્રકારની ઘાંસ, પથ્થરના દાણા અને ગોળના પાણીના ઉપયોગ દ્વારા નકલી જીરુ બનાવી રહ્યા હતાં. પોલીસે ફેક્ટરીમાંથી 20 હજાર કિલોનું નકલી જીરુ જપ્ત કરી દીધું છે. તેની સાથે જ 8 હજાર કિલોનો કાચો માલ પણ જપ્ત કર્યો છે.

આરોપીઓએ જણાવ્યું કે, નકલી જીરુ બનાવવા માટે તેમણે કોઈ ખાસ મહેનત કરવાની રહેતી નથી. તેને બનાવવા માટે માત્ર 3 વસ્તુઓની જરૂર પડે છે.

જંગલી ઘાંસ, પથ્થરના દાણા અને ગોળના દળના ઉપયોગ દ્વારા નકલી જીરુ બનાવવામાં આવી રહ્યું છે. જેને બજારમાં સસ્તા ભાવે વેચવામાં આવી રહ્યું છે.

આ જંગલી ઘાસ નદીના કિનારે ઉગે છે, જેમાં જીરાની જેમ જ નાની નાની પત્તી હોય છે, જેને કારણે તેને ઓળખી શકાતું નથી.

ઘાસની આ પત્તીઓને ગોળના પાણીમાં નાખીને સૂકવવામાં આવે છે, જેને કારણે તેનો રંગ બદલાય જાય છે. ત્યાર પછી તેને પથ્થરથી બનાવેલા પાવડરમાં ભેળવી દેવામાં આવે છે. ત્યાર બાદ તે અસલી જીરા જેવું દેખાવા લાગે છે.

બજારમાં અસલી જીરાનો ભાવ લગભગ 300 રૂપિયે કિલો છે. તો નકલી જીરાને બજારમાં 20 રૂપિયે કિલોના હિસાબે દુકાનદારોને વેચવામાં આવી રહ્યો છે.

આ નકલી જીરાને કારણે સ્કીન સંબંધિત બીમારીઓ થઈ શકે છે. સાથે ઈમ્યૂનિટી પર પણ તેની માઠી અસર જોવા મળે છે.

કઈ રીતે પારખશોઃ

એક પાણીના ગ્લાસમાં જીરુ નાખો. જો જીરુ તેનો રંગ છોડી દે છે તો તે નકલી છે.

અસલી જીરુ મજબૂત હોય છે. પાણીમાં નાખવા છતાં તે રંગ છોડતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp