દ્રાક્ષ હાર્ટઍટેક અને સ્ટ્રોકના જોખમને ઓછું કરવામાં છે મદદગારઃ રિસર્ચ

PC: medindia.net

એ વાત સૌ જાણે છે કે, ફળ ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે. હાલમાં જ, વૈજ્ઞાનિકોએ એક અધ્યયનના આધાર પર દાવો કર્યો છે કે, દ્રાક્ષ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે. તે હાર્ટ એટેક અને સ્ટ્રોકને રોકવામાં પણ મદદ કરી શકે છે. કેલિફોર્નિયાના શોધકર્તાઓએ અધ્યયનમાં સામેલ પ્રતિભાગીઓને ચાર અઠવાડિયા સુધી રોજ 46 ગ્રામ દ્રાક્ષનો પાવડર આપ્યો. તેમને જણાયુ કે, દ્રાક્ષ ખાવાથી આંતરડામાં બેક્ટેરિયાની વિવિધતામાં વૃદ્ધિ થઈ. આ બેક્ટેરિયા માણસની મજબૂત ઈમ્યૂન સિસ્ટમમાં મદદગાર હોય છે. આ લોકોમાં કોલેસ્ટ્રોલ સ્તર પણ ખૂબ જ ઓછું જોવા મળ્યું. કોલેસ્ટ્રોલ લોહીમાં ફેટ જેવા પદાર્થ છે, જે વધુ થવા પર ધમનીઓમાં અવરોધ ઊભો કરી શકે છે. તે હૃદયની બીમારીનું કારણ પણ બની શકે છે. એટલું જ નહીં, દ્રાક્ષ ખાવાથી પિત્તમાં એસિડનું સ્તર ઘટે છે.

તે પાચનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. દ્રાક્ષ અને સફરજન જેવા ફળોમાં પોલીફિનોલ નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે છોડમાં પ્રાકૃતિકરીતે રહેલું કાર્બનિક યૌગિક છે. તે શરીરમાં લોહીના પ્રવાહને સુધારવા માટે રક્ત વાહિનીઓને સ્વસ્થ અને લચીલી રાખે છે.

સુગરના સ્તર તેમજ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે પોલીફિનોલ

શોધકર્તાઓનું કહેવુ છે કે, પોલીફિનોલ બ્લડમાં સુગર સ્તરને ઓછું કરવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. તે ક્રોનિક ઈન્ફ્લેમેશન ઓછું કરવામાં પણ મદદગાર હોય છે. નવી સ્ટડીનું નેતૃત્વ લોસ એન્જલસ સ્થિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં મેડિસિનના પ્રોફેસર અને ન્યૂટ્રિશનિસ્ટ ઝાઓપિંગ લીએ કર્યું. ન્યૂટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટમાં લી કહે છે કે, દ્રાક્ષ આંતરડાના બેક્ટેરિયા પર લાભકારી પ્રભાવ પાડે છે. આ સારી બાબત છે. આ રિસર્ચથી દ્રાક્ષ ખાવાના ફાયદા જે આપણે જાણીએ છીએ, તેનો વ્યાપ વધ્યો છે.

માઈક્રોબાયોટા નામના બેક્ટેરિયા આંતરડામાં હોય છે. અધ્યયનમાં વિશેષજ્ઞોએ માઈક્રોબાયોટાનું વિશ્લેષણ કર્યું. રિસર્ચમાં સામેલ 19 લોકોને પહેલા ચાર અઠવાડિયા લો-પોલીફિનોલ અને લો-ફાયબર ડાયટ આપવામાં આવ્યું. ત્યારબાદ બીજા ચાર અઠવાડિયા સુધી તેમને દરરોજ 46 ગ્રામ દ્રાક્ષનો પાવડર આપવામાં આવ્યો. સાથે જ લો-પોલીફિનોલ અને લો-ફાયબર ડાયટ પણ ચાલુ રાખવામાં આવ્યું. ત્યારબાદ કરવામાં આવેલી તપાસના આધાર પર આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp