એક પિત્ઝા ખાવાથી જીવનની 7.8 મિનિટ ઓછી થશે, આ ખાવાથી જીવનની 33 મિનિટ વધી જશે

PC: khabarchhe.com

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેની ઉંમર લાંબી હોય. વર્લ્ડ લાઇફ એક્સપેક્ટેંસી મુજબ ઇન્ડિયામાં પુરુષોની એવરેજ ઉંમર 69.5 વર્ષ અને મહિલાઓની ઉંમર 72.2 વર્ષ છે. હાર્ટને લગતી બીમારી, લંગ્સને લગતી બીમારી, સ્ટ્રોક, ડાયાબિટીઝ સહિત લગભગ 50 એવી બીમારી છે જે મૃત્યુનું કારણ બની શકે છે. સાઇન્સનું માનવું છે કે જો કોઈ વ્યક્તિ સારી વસ્તુઓ આરોગે તો તેનુ આયુષ્ય વધી શકે છે. જો કોઈ અનહેલ્ધી વસ્તુ વધુ આરોગે તો તેની ઉંમર ઓછી થઈ શકે છે. જો તમે પણ ઇચ્છતા હોય તે તમારી ઉંમર વધે તો આર્ટિકલને જરૂર વાંચજો...

ધ ટેલિગ્રાફની રિપોર્ટ મુજબ મિશિગન વિશ્વવિદ્યાલયના એક્સપર્ટે ખાવાની કેટલીક વસ્તુઓની હેલ્થ પર શું અસર પડી શકે છે એના પર રિસર્ચ કર્યું છે. રિસર્ચ પરથી જાણવા મળ્યુ છે કે કેટલીક વાનગીઓને એક વાર આરોગવાથી ઉંમરમાં થોડી મિનિટ વધી શકે છે અને કેટલીક વાનગીઓ એવી છે જેના કારણે મિનિટ ઘટી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ નટ્સની એક સર્વિંગને આરોગે તો તેની ઉંમર 26 મિનિટ સુધી વધી શકે છે. તેમ જ કોઈ વ્યક્તિ એક હૉટ-ડૉગ આરોગે તો તેની ઉંમર 36 મિનિટ સુધી ઘટી શકે છે. આ સાથે જ પીનટ બટર અથવા તો જેમ સેન્ડવિચ કોઈની પણ ઉમરને અડધો કલાક સુધી વધારી શકે છે.

નેચર ફૂડ જર્નલમાં પબ્લિશ થયેલી આ સ્ટડીના વ્યક્તિના જીવનની સારી ગુણવત્તા પર આધારિત હતી. આ સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ 6 હજાર અલગ-અલગ નાસ્તા, લંચ અને ડ્રિન્ક પર રિસર્ચ કર્યુ હતુ. આ રિસર્ચમાં તેમને ખબર પડી હતી કે જો વ્યક્તિ પ્રોસેસ મીટ આરોગે તો તે પ્રતિ દિવસ તેની લાઇફમાં 48 મિનિટ ઘટાડે છે.

ધ ટેલિગ્રાફ મુજબ આ વસ્તુઓથી વ્યક્તિની ઉંમર ઓછી થઈ શકે છે, જે છે... હૉટ-ડૉગ- 36 મિનિટ ઓછી કરે છે, પ્રોસેસ્ડ મીટ – 26 મિનિટ ઓછી કરે છે, ચીઝ બર્ગર – 8.8 મિનિટ ઓછી કરે છે, સોફ્ટ ડ્રિંક – 12.4 મિનિટ ઓછી કરે છે અને પિત્ઝા 7.8 મિનિટ ઓછી કરે છે.

આ વસ્તુઓથી ઉંમર ઓછી થાય છે તો કેટલીક વસ્તુઓ એવી છે જે આરોગવાથી ઉંમર વધી શકે છે. આ વસ્તુમાં પીનટ બટર અથવા તો જેમ સેન્ડવિચ – 33.1 મિનિટ, બેક્ડ સેલમન માછલી – 13.5 મિનિટ વધી શકે છે, કેળા – 13.5 મિનિટ વધારી શકે છે, ટામેટા – 3.8 મિનિટ વધારી શકે છે અને અવોકાડો – 1.5 મિનિટ વધારી શકે છે.

આ સ્ટડીનો ઉદ્દેશ વ્યક્તિના સ્વાસ્થય અને પર્યાવરણ પર ભોજનનો પ્રભાવ કેવો હોય છે એ હતો. એક્સપર્ટનું માનવું છે કે સેલમન માછલીમાં ન્યૂટ્રિશન ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે, જેની એક સર્વિંગથી લાઇફમાં 16 મિનિટ વધી શકે છે. રિસર્ચ ટીમનો પાર્ટ પ્રોફેસર ઓલિવિયર જોલિયટે કહ્યુ કે ‘રિસર્ચથી જે રિઝલ્ટ સામે આવ્યુ છે એનાથી લોકોને પોતાનું સ્વાસ્થય અને પર્યાવરણને વધુ સારું બનાવવા માટે મદદ મળી રહેશે. હ્યુમન હેલ્થ અને પર્યાવરણમાં સુધારો લાવવા માટે લોકોએ તેમની ડાયેટમાં પણ બદલાવ કરવો જોઈએ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp