ગુજરાતના મલ્ટીપ્લેક્સમાં હવે પોપકોર્ન ખાવા વધુ મોંઘા પડશે, જાણો કેમ?

PC: gstatic.com

ગુજરાતમાં પોપકોર્ન ખાવા મોંઘા પડી શકે છે. મલ્ટીપ્લેક્સ અને મનોરંજનના સ્થળોએ 10 રૂપિયાના પોપકોર્ન 100 રૂપિયાની કિંમતે તો મળી રહ્યાં છે પરંતુ હવે તેમાં સરકાર ટેક્સ નાંખવાનું આયોજન કરી રહી છે. રાજ્યના નાણાં વિભાગે એવો સંકેત આપ્યો છે કે પોપકોર્ન પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) નાંખવામાં આવી શકે છે.

હમ્બલ પેક્ડ પોપકોર્ન એ સ્ટાન્ડર્ડ અનાજ નહીં હોવાની વ્યાખ્યા કરવામાં આવી છે. દેશના કર્ણાટકમાં માલાબાર મરાઠા પર 18 ટકા જીએસટી લાગ્યા પછી હવે ગુજરાતમાં પોપકોર્ન પર પણ 18 ટકા જીએસટી નાંખવાની ભલામણ કરવામાં આવી છે. મલ્ટીપ્લેક્સમાં પોપકોર્ન એ ટાઇમપાસનું સાધન છે. બાળકોની જીદ હોય છે કે કે ઇન્ટરવલમાં પોપકોર્ન અને કોકાકોલા વિના ફિલ્મ જોઇ શકાય નહીં.

ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગએ કહ્યું છે કે પેક્ડ રેડી ટુ ઇટ પોપકોર્ન પર 18 ટકા જીએસટી લાગશે, કારણ કે તે હમ્બલ પેક્ડ ફુડ છે. એ સ્ટાન્ડર્ડ અનાજ નથી. પોપકોર્નને પકવવા માટે તેલનો ઉપયોગ કરવામાં આવે છે. માઇક્રોવેવ ઓવનમાં શેકીને બનાવેલા પોપકોર્ન હોતા નથી તેથી તેના પર ટેક્સ લાગી શકે છે.

પોપકોર્ન એ મકાઇમાંથી બનતી ટેસ્ટી વાનગી છે. મલ્ટીપ્લેક્સ ઉપરાંત શોપિંગ મોલ્સમાં પોપકોર્ન છૂટથી મળે છે. પોપકોર્ન જ્યારે પેક્ડ કરવામાં આવે છે ત્યારે તેની કિંમત વધી જાય છે. તેમાં મસાલા, ચીજ ટોમેટો સહિતના અનેક ફ્લેવર્ડ પણ ઉમેરવામાં આવે છે. ગુજરાતમાં મકાઇ ખાવાનું ચલણ તો છે જ પરંતુ તેની સાથે સાથે પોપકોર્નનું ચલણ વધ્યું છે તેથી ઘણીવાર 100 ગ્રામ પોપકોર્નના 100 રૂપિયા પડાવી લેવામાં આવતા હોય છે. પોપકોર્નનું જંબો પેક્ડ તો 250 રૂપિયા મળતું હોય છે જે ફિલ્મની એક ટિકીટ બરાબર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp