વડાપાંઉ-પાણીપૂરી વેચનારા 26ને ત્યાં ફૂડ વિભાગના દરોડા, 14 કિલો વાસી બટેટાનો નાશ

PC: bhaskar.com

રાજકોટમાં વાંસી ખોરક વેચીને પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ પર ફૂડ વિભાગ સમયાંતરે દરોડા પાડે છે. રાજકોટ શહેરના મેઘાણી રંગભવન પાસે ભક્તિનગર સર્કલ, 90 ફૂટના રોડ, કાંતા વિકાસ ગૃહ જેવા વિસ્તારમાં ખાણી પીણીના વેપારીઓ પર ફૂડ વિભાગના અધિકારીઓએ ચેકિંગ કર્યું છે. જેમાં પાણીપુરી વાળાને ત્યાંથી 14 કિલો વાસી બટેટા મળી આવતા જથ્થાનો નાશ કરાયો છે.

આ તમામ વિસ્તારમાં ફૂડ વિભાગની ટીમે તપાસ કરતા વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યા હતો. જેનો નાશ કરવામાં આવ્યો છે. કુલ 26 ફૂડના વેપારીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ત્રણ વેપારીઓ લાયસન્સ અંગે નોટિસ ફટકારવામાં આવી છે. અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો હતો. જોકે, ફૂડ વિભાગના અધિકારીઓની ટીમ સાંજના સમયે પહોંચતા અન્ય ફૂડના વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. રાજકોટ શહેરમાં કોરોના વાયયરસના કેસ વધી રહ્યા છે ત્યારે ફૂડ વિભાગના અધિકારીઓએ બહારનું ફૂડ ખાતા લોકોને ચેતવણી આપી છે. કારણ કે, આ વેપારીઓ અખાદ્ય સામગ્રીને સ્ટોર કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા.

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ જુદા જુદા ફૂડના વેપારીઓને ત્યાંથી નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ તમામ વેપારીઓ જે તે વિસ્તારમાં જાણીતા છે. પણ ફૂડ વિભાગની ટીમે અચાનક ત્યાં પહોંચીને વેપારીઓને ત્યાં ચેકિંગ શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત એમના લાયસન્સ અંગે પણ જાણકારી માગી હતી. ખાસ કરીને રેકડીવાળા અને પાણીપુરી વાળાને ત્યાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. જ્યારે ડેરીની શૉપમાં દૂધ, પનીર, દહી, છાશ તથા ઘીનું ચેકિંગ કરાયું છે.

આ જગ્યાઓ પર થયું ચેકિંગ

શિવ શક્તિ ડેરી- રામકૃષ્ણ મેઇન રોડ- મિક્સ દૂધ

વિશાલ ડેરી- મંગળા મેઇન રોડ- મિશ્રિત દૂધ

રામ ઓર શ્યામ ગોલા- સુકામેવા

રાધેશ્યામ દિલ્હી ચાટ- તમામ ફૂડ

બાલાજી અમેરિકન મકાઇ- લાયસન્સ અંગેની નોટિસ

મહાકાળી પાણીપુરી-પાણી અને માવો

મિલન તાવો- શાકભાજી

ઠક્કર હોટડોગ-2 કિલો વાસી પિત્ઝા બ્રેડ નાશ

અનમોલ ઘૂઘરા-લાયસન્સ અંગે નોટિસ, 2 કિલો વાસી ચટણી

મોજીલી મેગી- સોસ 3 કિલો નાશ

કમલેશ ઢોસા- બટાટા અને ચટણી

પટેલ દાબેલી- માવો અને બ્રેડ

ઉમા ઢોસા

એ ન્યુ પિત્ઝા- માવો, બ્રેટ, સોસ

જય બાલાજી- વાસી મંચુરિયન

પટેલ વડાપાંવ- વડા

સોના વડાપાંવ- લાયસન્સ અંગે નોટિસ

મોજીલી મેગી- તેલ અને અન્ય સામગ્રી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp