ઉત્તરાયણમાં આ રીતે ઘરે 20 મિનિટમાં બનાવો મમરાના લાડુ

PC: blogspot.com

મમરા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે તેટલા જ બનાવવામાં પણ સરળ હોય છે. આ ખાવાથી આરોગ્યને પણ ખૂબ ફાયદો મળે છે. સામાન્ય રીતે મમરાના લાડુ દિવાળી જેવા તહેવારમાં બનાવવામાં આવે છે. જે બાદ મકર સંક્રાંત્તિમાં પણ મમરાના લાડુનુ વિશેષ મહત્વ હોય છે. આ અવસર પર લાડુ જરૂરથી બનાવવામાં આવે છે. જે માટે લોકો આગામી દિવસોથી તૈયારી કરી રહ્યા હોય છે, પરંતુ ઘણાં લોકો બહારના મમરાના લાડુ ખાવાનું પસંદ ન કરતા હોય. જેથી અમે તમારા માટે મમરાના લાડુની રેસિપી લઇને આવ્યાં છીએ. જે તમે તમારા ઘરે સરળતાથી બનાવી શકો છો.

સામગ્રી:

500 ગ્રામ – મમરા
200 ગ્રામ – ગોળ
3-4 ચમચી – ઘી
1 જરૂર મુજબ પાણી

બનાવવાની રીત:

મમરાના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં ધી ઉમેરી ધીમી આંચ પર ગરમ કરો. હવે તેમા મમરાને શેકી લો. હવે એક વાસણમાં ધી ઉમેરી તેમાં ગોળ અને થોડુંક પાણી ઉમેરી ઉકાળો. તેને થોડીક વાર હલાવતા રહો. ગોળનો પાયો આવી જાય એટલે કે ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમા મમરા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. હવે ગેસ બંધ કરી દો. હવે તેના લાડવા બનાવી લો. તૈયાર છે તમારા મમરાના લાડુ.. આ લાડુ તમને ખાવામાં સ્વાદિષ્ટ લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp