શાળાઓ બંધ હતી એટલે હવે વિદ્યાર્થીઓને મફત અનાજ અને રાંધવા માટેના રૂપિયા અપાશે

PC: https://odishabytes.com

ગુજરાતમાં ઓનલાઇન શિક્ષણના કારણે મધ્યાહ્ન ભોજન યોજના બંધ જેવી હાલતમાં હોવાથી રાજ્યના શિક્ષણ વિભાગે આ યોજનાનો લાભ એલાઉન્સ અને અનાજ તરીકે ચૂકવવાનો નિર્ણય કર્યો છે. વિભાગ તરફથી ઓગષ્ટ થી ઓક્ટોબર સુધીના 71 દિવસ માટે ફુડ સિક્યોરિટી એલાઉન્સ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સરકારી સ્કૂલોના ધોરણ-1 થી ધોરણ-8ના 52.49 લાખ વિદ્યાર્થીઓને કૂકીંગ કોસ્ટ પેટે 218 કરોડની ચૂકવણી કરવામાં આવશે જ્યારે આ વિદ્યાર્થીઓને 71 દિવસ માટે 4.39 કિલોગ્રામ જેટલું અનાજ અપાશે. રાજ્યમાં નવું શૈક્ષણિક વર્ષ 7મી જૂનથી શરૂ કરવામાં આવ્યું છે પરંતુ કોરોના મહામારીના કારણે સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલોમાં આવી શકતા નથી. ઘરેથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં છે.

બીજી તરફ મધ્યાહન ભોજન યોજના હેઠળ નોંધાયેલી સ્કૂલોના વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ હોમ લર્નિંગના સમયગાળા માટે ફૂડ સિક્યોરિટી એલાઉન્સ જેમાં કૂકિંગ કોસ્ટ અને અનાજ આપવાનું થાય છે. આ જોગવાઇ પ્રમાણે ધોરણ-1 થી ધોરણ-8ના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન અંતર્ગત ફૂડ સિક્યોરિટી એલાઉન્સ આપવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જેથી ચાલુ વર્ષે ધોરણ-1માં પ્રવેશ મેળવારા વિદ્યાર્થીઓ સહિત તમામ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના હેઠળ આવરી લઈ તેમને ફૂડ સિક્યોરિટી એલાઉન્સ આપવાનું નક્કી કરાયું છે.

ઓગસ્ટ માસના 23 દિવસોસપ્ટેમ્બર માસના 25 દિવસો અને ઓક્ટોબર માસના 23 દિવસો મળી કુલ 71 દિવસનું ફૂડ સિક્યોરિટી એલાઉન્સ ચુકવવામાં આવશે. ધોરણ-1 થી ધોરણ-5માં મધ્યાહન ભોજના યોજના અમલમાં હોય તે સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 3348840 જેટલી છે. જેમને પ્રતિ દીન કૂકિંગ કોસ્ટ પેટે 4.97 ચુકવવામાં આવતા હોય છે. આમ, 71 દિવસ માટે તેમને કૂકિંગ કોસ્ટ પેટે 352.87 ચુકવવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓને પ્રતિદિન 100 ગ્રામ અનાજ ચુકવવામાં આવતું હોય છે. જેથી 71 દિવસના 7.100 કિલોગ્રામ અનાજનો જથ્થો આપવામાં આવશે.

આ જ રીતે ધોરણ-6 થી ધોરણ-8માં વિદ્યાર્થીઓની સંખ્યા 1900326 જેટલી છે. જેમને પ્રતિદિન કૂકિંગ કોસ્ટ પેટે 7.45 ચુકવવામાં આવતા હોય છે. જેથી 71 દિવસના કુલ 528.95 કૂકિંગ કોસ્ટ પેટે ચુકવવામાં આવશે. જ્યારે વિદ્યાર્થી દીઠ 150 ગ્રામ અનાજનો જથ્થો મળવાપાત્ર છે. જેથી તેમને 71 દિવસ માટે 10.650 કિલોગ્રામ અનાજનો જથ્થો મળશે. વિદ્યાર્થીઓની કૂકિંગ કોસ્ટની રકમ તેમના બેંક અકાઉન્ટમાં જમા કરાવવા માટે સુચના અપાઈ છે. જ્યારે અનાજ વિતરણ વખતે સરકારના સોસિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવાનું રહેશે તેવી સુચના આપવામાં આવી છે. 

 
 

 

 
 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp