હવે 1 કિલો ઘઉં, ચોખા, દાળ.. કંઈપણ પેકેટમાં લો GST આપવો પડશે

PC: indiatoday.in

પ્રિ-પેક ફૂડ આઈટમ જેમ કે દૂધની પેક વસ્તુઓ- દહીં, લસ્સી, પનીર અને છાશની કિંમત વધી જશે. સરકારે જરૂરિયાતની દરેક વસ્તુઓ પર GSTના દરમાં વધારો કર્યો છે. નવા દર આજથી લાગુ થઈ ગયા છે.
રોજબરોજની તમામ વસ્તુઓ આજથી મોંઘી થઈ રહી છે. મોંઘવારીનો ભાર ઉઠાવી રહેલા લોકોના બજેટ પર હવે વધુ બોજ વધી જશે. સરકારે સરકારે જરૂરિયાતની દરેક વસ્તુઓ પર GSTના દરમાં વધારો કર્યો છે. દહીં, લસ્સી, ચોખા, પનીર, લોટ અને અન્ય ઘરેલુ વસ્તુઓની કિંમતમાં આજથી વધારો જોવા મળી શકે છે. હવે એ તો ચોક્કસ છે કે વસ્તુઓ મોંઘી થઈ રહી છે, પરંતુ કોઈપણ વસ્તુની મહત્તમ કિંમતમાં કેટલો વધારો થશે એ મોટો પ્રશ્ન છે. શું હવે એક કિલો ઘઉં લેવા પર ગ્રાહકોએ GST આપવો પડશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સેજ એન્ડ કસ્ટમ્સની નવી નોટીફિકેશન પ્રમાણે 18 જુલાઈથી GST કાઉન્સિલ પ્રમાણે દરને લાગુ કરવામાં આવી રહ્યો છે.

25 કિલોથી વધુ પર છૂટ મળશે

કેન્દ્રિય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ પ્રમાણે અનાજ, દાળ અને લોટ જેવા ખાદ્ય પદાર્થોના 25 કિલોગ્રામ વજન સુધીના સિંગલ પેકેટ પર GST લાગશે. કેન્દ્રિય વિત્ત મંત્રાલયના રાજસ્વ વિભાગના GST ઓન પ્રિપેકેજ્ડ એન્ડ લેબલ્ડથી જોડાયેલ ઘણી વસ્તુઓને સ્પષ્ટ કરેલું છે. જે પ્રમાણે જો લોટ, ચોખા જેવી ખાઈ શકાય તેવી વસ્તુઓની પેકીંગ લીગલ મેટ્રેલોજી ક્ટ 2009 હેઠળ થાય છે, તો 25 કિલોથી વધુ વજન પર GST લાગશે નહીં.

રિટેલર્સના ગ્રાહકોને રાહત

જો 5-5 કિલોના પેકેટ મળીને વજન 25 કિલોથી વધુ કરવામાં આવે તો આ પરિસ્થિતિમાં 5 ટકાના દરથી GST આપવાનું રહેશે. GST પર છૂટ ત્યારે જ મળશે જ્યારે સિંગલ પેકેટનું વજન 25 કિલોથી વધુ હોય. જો કોઈ રિટેલર દુકાનદાર 25 કિલોનું પેકેટ સીધું પ્રોડક્ટ બનાવનાર કંપની પાસેથી ખરીદે છે અને રિટેલરની માત્રામાં વેચે છે તો આવી પરિસ્થિતિમાં ગ્રાહકોએ GST આપવાનું રહેશે નહીં.

તમારા ખિસ્સા પર બોજ વધશે

જો તમે 10 કિલો લોટનું પેકેટ બજારમાંથી ખરીદો છો, તો તમારે નક્કી કરેલી કિંમત પર 5 ટકા GST જોડીને રકમ આપવી પડશે. માની લો કે 10 કિલો લોટની કિંમત બજારમાં 345 રૂ. છે તો તમારે તેની કિંમત પર 5 ટકા GST આપવાનું રહેશે. એવામાં 10 કિલો લોટની કિંમતમાં 17.25 રૂ.નો વધારો થઈ જશે અને તમારે તેના માટે 362 રૂ.આપવા પડશે. જો કે બ્રાન્ડ વગરના ઉત્પાદનો પર GSTના દરની છૂટ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp