ગુજરાતની આ યુનિવર્સિટીએ વિકસાવ્યા આમળા અને ગાજરના કૂચામાંથી બિસ્કિટ-બ્રેડ

PC: stylecraze.com
આમળા ફળ અને કંદમૂળ ગાજરનો રસ કાઢી લીધા બાદ રહી ગયેલા માવાના પાઉડરમાંથી બ્રેડ કે બિસ્કીટ બનાવવાની ટેકનોલોજી આણંદ કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી છે. જે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ નાના ખેડૂત પોતે બ્રેડ અને બિસ્કીટ બનાવી શકે એવી સાદી પ્રક્રિયા ધરાવતી ટેકનોલોજી વિકસાવીને છે.  

હાઈફાઈબર બિસ્કીટને સામાન્ય વાતાવરણમાં પ્લાસ્ટિક કન્ટેનર તેમજ એલ્યુમિનિયમ ફોઈલમાં અઢી મહિના સુધી સંગ્રહ કરી શકાય છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના બાગાયતી વિભાગ દ્વારા આ ટેકનિક વિકસાવી છે. અગાઉ આમળા અને ગાજરના રસ કાઢી લીધા બાદ તેના પાઉડરનો બહું ખાસ ઉપયોગ થતો ન હતો. માવાનો પાઉડર 25 ટકાના દરે ઉમેરીને હાઈ ફાઈબર બ્રેડનું ઉત્પાદન કરવા માટે કૃષિ યુનિવર્સિટીએ લાંબા સંશોધન બાદ ભલામણ કરી છે. 

આમળાનો રસ કાઢી લીધા બાદ રહી ગયેલા માવાનો પાઉડર 12 ટકાના દરે હાઈ ફાઈબર બિસ્કીટનું ઉત્પાદન કરવા ભલામણ કરવામાં આવી છે. 
ગાજરનો રસ કાઢી લીધા બાદ રહી ગયેલા માવાના પાઉડરનો ઉપયોગ 4 ટકાના દરે ઉમેરીને હાઈ ફાઈબર બ્રેડ અને 20 ટકા પાઉડર ઉમેરીને બિસ્કીટ બનાવી શકાય છે. શિયાળોશરૂ થતાની સાથે બજારોમાં પુષ્કળ આમળા જાય છે. અમૃત ફળ આમળા આરોગ્યની દ્દષ્ટિએ ખૂબ ગુણકારી છે. આયુર્વેદની 50 ટકાથી વધુ દવાઓમાં મુખ્ય ઘટક તરીકે આમળાનો ઉપયોગ થાય છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp