સુરતની રીચી રીચનું વિન્ટર બોનાન્ઝા એટલે તેનું 'STRAWBERRY FIESTA'

PC: khabarchhe.com

સુરતીલાલાઓને ટેસ્ટ ફૂલ વાનગીઓ ખાવાના શોખીન માનવામાં આવે છે. સુરતનું જમણ દરેક જગ્યાએ પ્રખ્યાત બન્યું છે સુરતનાં પોશ વિસ્તારમાં આવેલી વર્ષો જૂની અને વાનગીઓના રસથાળ પીરસવામાં વિશ્વસનીય બ્રાન્ડ બનેલી રીચી રીચ હોટલે વિન્ટર સિઝનને સેલિબ્રેટ કરવા માટે એક નવા ફેસ્ટીવલનો પ્રારંભ કર્યો છે. આ ફેસ્ટીવલનું નામ છે STRAWBERRY FIESTA.

રીચી રીચ દ્વારા ડિસેમ્બર મહિનામાં એક અનોખા ફેસ્ટીવલની ઉજવણી કરવામાં આવી હતી. આ ફેસ્ટીવલમાં સ્પેનિશ ડીશની ભરમાર હતી. 12 થી 21 ડિસેમ્બર દરમિયાન આયોજિત સ્પેનિશ ફેસ્ટીવલમાં સુરતીઓએ મન મૂકી વિદેશી ડીશની લિજ્જત માણી હતી. સ્પેનિશ ફેસ્ટીવલને ધારી સફળતા મળી હતી. સ્પેનિશ ફેસ્ટીવલની સફળતા બાદ શિયાળાની સિઝન ચાલી રહી હોવાથી કંઈક નવું કરવાનો વિચાર આવ્યો હતો અને તેની ફળશ્રુતિ રૂપે સ્ટ્રોબરી ફેસ્ટીવલ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સ્ટ્રોબરીમાંથી નવી નવી વસ્તુઓ બનાવી વિવિધ ડીશ તૈયાર કરવામાં આવી છે.

રીચી રીચે STRAWBERRY FIESTA માટે ખાસ પ્રકારનું સ્ટ્રોબરી મેન્યુ પણ તૈયાર કર્યું છે. અત્યાર સુધી સ્ટ્રોબરીના ફ્લેવરમાં નહીં માણેલી અને ખાધેલી વસ્તુઓ STRAWBERRY FIESTAમાં જોવા મળી રહી છે. ખાટીમીઠી સ્ટ્રોબરીમાંથી ડઝન કરતાં પણ વધુ વ્યંજનો બનાવવામાં આવ્યા છે. સ્વાદપ્રેમી સુરત સહિત ગુજરાતની જનતા સમક્ષ આ વ્યંજનો પીરસવામાં આવી રહ્યા છે. આમ તો સ્ટ્રોબરીમાંથી જ્યૂસ, મીલ્ક શેક, સ્ટ્રોબરી વેફર્સ રોલ બનાવવામાં આવે છે. પરંતુ રીચી રીચના STRAWBERRY FIESTAમાં સ્ટ્રોબરીના નવા અને નહીં સાંભળેલા ફ્લેવર જોવા મળી રહ્યા છે.

khabarchhe.comની ટીમે STRAWBERRY FIESTAની મુલાકાત લીધી હતી અને દરેક વાનગીની લિજ્જત માણી હતી તો ચાલો જાણીએ કે આ ફૂડ ફેસ્ટીવલમાં કેવા પ્રકારની વાનગીઓએ આકર્ષણ જમાવ્યું છે.

બેરી સ્પાર્કલ (Beverage):

ક્રશ્ડ સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરી સીરપ અને સોડાનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવેલ બેરી સ્પાર્કલ મોકટેલનો ખટમધુરો ટેસ્ટ તમને તાજગીથી ભરી દેશે.

સ્ટ્રોબેરી સૂપ: સૂપમાં ઘણા પ્રકારના ટેસ્ટ તમે માણ્યા હશે પરંતુ તમે ક્યારેય સ્ટ્રોબેરીનું સૂપ ટેસ્ટ કર્યું છે? હા સ્ટ્રોબેરીનું સૂપ. કોકોનેટ અને લેમન લીફની સાથે સાથે સ્ટ્રોબેરીમાંથી તૈયાર કરવામાં આવેલ આ સૂપમાં તમે સ્ટ્રોબેરીના અહલાદક સ્વાદની ફીલિંગ માણી શકશો જે તમને વારંવાર આ સૂપની લિજ્જત માણવા માટે મજબૂર કરશે.

એપેટાઈઝર:

બે પ્રકારના એપેટાઈઝર આ ફેસ્ટીવલમાં તેમણે રજૂ કર્યા છે.

સ્ટ્રોબેરી એન્ડ સ્મોક્ડ ટોમેટો બ્રુશેટ્ટા:

રોસ્ટેડ બ્રેડ, ચીઝ, ટોમેટો અને સ્ટ્રોબેરીમાંથી તૈયાર કરવામાં આવેલું આ એપેટાઈઝર એક અલગ જ સ્વાદની અનુભૂતિ કરાવશે.

કોટેજ ચીઝ એન્ડ સ્ટ્રોબેરી સેટે વિથ પીનટ સ્ટ્રોબેરી જામ:

આ એપેટાઈઝરમાં કોટેજ ચીઝ તેમજ સ્ટ્રોબેરીનું મિશ્રણ એક ખૂબ જ યુનિક ટેસ્ટ આપે છે જેનો સ્વાદ તમારા મોંમાં રહી જાય એવો છે અને આપ ચોક્કસપણે તેના દિવાના બની જશો.

મેઈન કોર્સ:

હવે આપણે જો મેઈન કોર્સ પર નજર કરીએ તો તેમાં 3 ડીશ અલગ-અલગ પ્રકારનો જાદુ પાથરે છે.

સ્ટ્રોબેરી ઔરગ્યુલા વિથ બલ્સમિક ગ્લેઝ પિઝ્ઝા:

પાઈનેપલ કે વેજીટેબલ પિઝ્ઝા તો આપણે છાશવારે ખાતા હોઈએ છીએ અને તેના ટેસ્ટથી પણ આપણે એકદમ સારી રીતે પરિચિત છીએ પણ જો તમે કોઈ નવા પ્રકારના ટેસ્ટનો આનંદ માણવાના શોખીન છો તો પછી આ પિઝ્ઝા તમારા માટે છે. થીન ક્રશ્ડ પિઝ્ઝા બ્રેડ પર ચીઝ અને બાલ્સમિક સૉસનો ટેસ્ટ સ્ટ્રોબેરી સાથે અનેરો આનંદ આપે છે. આ પિઝ્ઝા સાથે તમને કોઈ બીજા પ્રકારના એડિશનલ ટેસ્ટ જેમ કે કેચઅપ, ચીલી ફ્લેક્સ કે ઓરેગાનોની જરૂર નહીં પડે.

સ્ટ્રોબેરી કોર્ન એન્ડ સ્પીનેચ રિસોટ્ટો:

જો તમે ઈટાલીયન ફૂડના શોખીન છો અને તમને ક્રીમી ફ્લેવર્ડ પાસ્તા પસંદ છે તો આ ડીશ માત્ર અને માત્ર તમારા માટે છે પરંતુ આ પાસ્તા નથી પરંતુ આ ડીશ આર્બોરીયો રાઈસમાંથી બનાવવામાં આવે છે અને તેમાં ફ્રેશ સ્ટ્રોબેરીના ટુકડા તેનો ફ્લેવર વધુ મહેકાવે છે.

સ્પગેટી વિથ સ્ટ્રોબેરી એન્ડ પાઈન નટ્સ:

ઈટાલીયન ફૂડની વાત થાય અને પાસ્તાનો સમાવેશ ન થાય તો એ કંઈક અધૂરું રહી ગયું હોય એમ કહેવાય. આ ડીશમાં અરબિતા સૉસ, સ્પગેટી અને સ્ટ્રોબેરીનો ટેસ્ટ અદભુત અનુભવ આપે છે.

સલાડ:

જો તમે હેલ્થ કોન્સિયસ છો અને તમારે સલાડમાં કોઈ નવો ટેસ્ટ ટ્રાઈ કરવો છે તો અહીં તમને મળશે સ્ટ્રોબેરી, નાસપતી, બ્લુ ચીઝ સૉસ અને અખરોટમાંથી તૈયાર કરેલી સલાડ જે માત્ર હેલ્થ જ નહીં સ્વાદથી પણ ભરપૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp