સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ 4 જ્યૂસ

PC: bbcgoodfood.com

આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે ડાયટમાં કેટલીક વસ્તુઓને સામેલ કરવી જોઈએ. આપણે દરરોજ ખાવાનું ખાઈએ છીએ, પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ છે, જેનું સેવન કરવું જરૂરી છે. અઠવાડિયામાં ઓછાંમાં ઓછાં 2થી 3વાર એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે તમારા ભોજન કરતા અલગ હોય. જ્યૂસના સ્વાસ્થ્ય લાભ ઘણા છે. જ્યૂસથી થતા ફાયદાઓનું લિસ્ટ ઘણું લાંબુ છે. ફળો અને શાકભાજીનું જ્યૂસ પીવાથી આપણને એનર્જી મળે છે, સાથોસાથ એ પોષક તત્વો પણ મળે છે, જે આપણને નિયમિત ભોજનમાંથી નથી મળતા. કોઈપણ કામને કરવા માટે ઉર્જાની જરૂર હોય છે અને ઉર્જા માટે કેલરીનું હોવું જરૂરી છે. નિયમિત માત્રામાં કેલરી લેવી આપણા શરીર માટે ફાયદાકારક છે.

આમળાનું જ્યૂસ

આમળા ઘણા ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. આમળાના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. સ્કિનથી લઈને, વાળ માટે અને ઘણી બીમારીઓમાંથી રાહત અપાવવામાં આમળા તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. આમળાના જ્યૂસના સેવથી પણ ફેટ ઝડપથી બર્ન કરી શકાય છે, જેને કારણે તમે એક હેલ્ધી અને ફિટ બોડી મેળવી શકો છો. આ જ્યૂસ મેટાબોલિઝ્મને વધારવામાં મદદ કરે છે. તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછી બેવાર આમળાના જ્યૂસનું સેવન કરવું જોઈએ.

કારેલાનું જ્યૂસ

કારેલાના જ્યૂસનું અઠવાડિયામાં એકવાર સેવન કરવું જોઈએ. કારેલાનું જ્યૂસ વજન ઓછું કરવામાં મદદ કરવાની સાથોસાથ તે તમારા શરીરમાં હાઈ સુગર લેવલને ઓછું કરવામાં પણ મદદ કરે છે. જો તમે પેટની ચરબી ઉતારવા માગતા હો તો કારેલાનું જ્યૂસ તેમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

દાડમનું જ્યૂસ

સૌથી સ્વાસ્થ્યપ્રદ જ્યૂસમાંથી એક છે દાડમનું જ્યૂસ. આ જ્યૂસનું સેવન તમે દરરોજ કરી શકો છો. દાડમના જ્યૂસમાં ઘણા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. દાડમના જ્યૂસનું સેવન કરવાથી તમારા શરીરમાં લોહીની ઉણપને દૂર કરી શકાય છે. સાથે જ તે વજન ઓછું કરવામાં પણ મદદરૂપ છે.

કાકડીનું જ્યૂસ

ગરમીની સિઝનમાં કાકડીનું સલાડ ખાવા ઉપરાંત તેનું જ્યૂસ પણ પી શકાય. તે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે તમને હાઈડ્રેટેડ રાખવાની સાથોસાથ ઘણા સ્વાસ્થ્ય મુદ્દાઓ સામે લડવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. કાકડીનું જ્યૂસ કબજિયાતની તકલીફને દૂર કરે છે. તેમાં ફાયબરની માત્રા વધુ હોય છે, જે પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp