શિયાળામાં બનાવો સ્વાસ્થ્યવર્ધક મેથીના પરાઠા

PC: yourhungerstop.com

કુલ સમયઃ 30 મિનિટ

માત્રાઃ 3-4 લોકો માટે

સામગ્રી

400 ગ્રામ લોટ

એક કપ મેથી (બારીક સમારેલી)

બે નંગ લીલા મરચા (બારીક સમારેલા)

એક નાનો ટુકડો આદુ (વાટેલું)

એક નાની ચમચી અજમો

મીઠું સ્વાદ અનુસાર

પાણી જરૂરિયાત અનુસાર

તેલ શેકવા માટે

બનાવવાની રીત

સૌથી પહેલા એક વાસણમાં લોટ, મેથી, આદુ, લીલુ મરચુ, અજમો અને મીઠું નાંખી તેને વ્યવસ્થિત મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ધીમે-ધીમે પાણી ઉમેરી ભાખરી વણી શકાય તેવી કણક બાંધી લો. કણકને કટકા વડે ઢાંકી 20 મિનિટ માટે મૂકી રાખો. હવે, તેના લૂઆ બનાવી ભાખરી જેટલા પાતળા પરોઠા વણી લો, ત્યારબાદ તેને તવી પર ધીમી આંચે બંને બાજુ શેકી લો. ગરમા-ગરમ પરાઠાને દહીં સાથે પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp