સુરતી લાલાઓ માટે આવી ગયો બિચ ફેસ્ટીવલ – 2018

PC: gujaratinformation.net

સુરતીઓ આમ તો હરવા ફરવા અને મોજીલા તરીકે જાણીતા છે, ત્યારે સુરતીઓને ઘર આંગણે જ દિવાળીની રજાનો આનંદ મળી શકે તે માટે પ્રવાસન નિગમ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહિનાનો સુવાલી બીચ ફેસ્ટીવલ -2018નું આયોજન કરવામાં આવ્યુ છે.

 03 નવેમ્બર 2018ના રોજ થી 02-12-2018 દરમ્યાન સુરતની નજીક આવેલ ખૂબસુરત બીચ સુવાલીની ચોપાટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે જેનું ઉદ્દઘાટન પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા શનિવારના રોજ કરશે.

 એક મહિના દરમ્યાન દરરોજ સાંજે સુરતીઓ સુવાલીના રમણીય બીચ પર મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકામ, રેતકલા, બાલ રમતો તેમજ રો ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઇમ્બિંગ, ઝોર્બિંગ, બીમ, બર્મા બ્રિજ, ઊંટ સવારી, ઘોડે સવારી તેમજ ક્રાફ્ટ સ્ટોલ, ફૂડ કોર્ટ આ ફેસ્ટીવલના આકર્ષણો છે. ખાસ સેલ્ફી ટ્રેન્ડમાં સુવાલી બીચ પર ફોટો કોર્નર બનાવવામાં આવ્યો છે જેમાં સુરતીઓ પોતાના મનગમતા ફોટો કેમેરામાં કેદ કરીને યાદોને કંડારશે.

સુવાલી બીચ ફેસ્ટીવલ 2018ના ઉદ્દઘાટન દરમ્યાન ગુ.પ્રવાસન નિગમ લી.ના અધ્યક્ષ કમલેશ પટેલ, સાંસદ દર્શનાબેન જરદોશ, સાંસદ સી.આર.પાટીલ, જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રિતીબેન પટેલ, ચોર્યાસી તા.પં.પ્રમુખ દલપતભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp