બોડી બનાવવા માટે લેવામાં આવતું વધુ પડતું પ્રોટીન શરીરને પહોંચાડે છે નુકસાન

PC: nutrition.org

શરીરના વિકાસ અને તેને સ્વસ્થ રાખવા માટે પ્રોટીનની ખૂબ જ જરૂર હોય છે. એનિમલ પ્રોટીનમાં મીટ, ફિશ, ઈંડા, ચિકન અને ડેરી પ્રોડક્ટ આવે છે, જ્યારે પ્લાન્ટ ફૂડ પ્રોટીનમાં બીન્સ, નટ અને અનાજ આવે છે. વયસ્કો માટે દરરોજ તેની જરૂરી માત્રા શરીરના વજન પ્રમાણે 0.8 ગ્રામ, બાળકો માટે 1.5 ગ્રામ અને યુવાનો માટે 1.0 ગ્રામ પ્રોટીન છે. ન્યૂટ્રિશનલ સપ્લીમેન્ટ ઈન્ડસ્ટ્રી હાઈ પ્રોટીન ડાયટ્સ લેવા પર ભાર આપે છે. ઘણા એથલીટ પણ માંસપેશિઓની મજબૂતી માટે હાઈ પ્રોટીન લે છે. જોકે, કેટલાક વૈજ્ઞાનિકોનો દાવો છે કે, હાઈ પ્રોટીન ડાયટ લેવાના નુકસાન પણ છે.

શા માટે જરૂરી છે પ્રોટીન

ફૂડથી લેવાતા પ્રોટીનમાં એમીનો એસિડ હોવુ જરૂરી છે, કારણ કે આપણું શરીર તેને આપમેળે નથી બનાવી શકતું. બાળપણ, કિશોરાવસ્થા, પ્રેગ્નેન્સી, બ્રેસ્ટફીડિંગ અને ઘડપણ દરમિયાન પ્રોટીનની આવશ્યકતા હોય છે. વયસ્ક થયા બાદ દરરોજ પ્રોટીનની જરૂરી માત્રા બનાવી રાખવી જરૂરી હોય છે. તેનો મતલબ એ છે કે, ઉંમર વધવાની સાથે કુપોષણથી બચવા માટે પર્યાપ્ત પ્રોટીનનું સેવન જરૂરી છે. ખાસ કરીને માંસપેશિઓની તાકાતને બનાવી રાખવા માટે પ્રોટીન જરૂરી છે. પ્રોટીન ડાયટને વેટ લોસ અને મેટોબોલિઝ્મ વધારવામાં પણ કારગર માનવામાં આવે છે.

કેટલું પ્રોટીન છે ઘણું વધારે

દરરોજ પ્રોટીનની કેટલી માત્રા લેવી જોઈએ, તે અંગે હજુ વધુ સ્પષ્ટતા નથી. જોકે, પુરુષો માટે પ્રતિ દિન 56 ગ્રામ અને મહિલાઓ માટે 46 ગ્રામ પ્રોટીન લેવુ જરૂરી માનવામાં આવે છે. તમે ઓછી ચરબીવાળા ગ્રીક યોગર્ટ, ચિકન બ્રેસ્ટ અને એક વાટકી સ્કિમ મિલ્ક અનાજમાંથી 46 ગ્રામ પ્રોટીન મેળવી શકો છો. વજન પ્રમાણે જોઈએ તો 63 કિલોગ્રામ વજન ધરાવતી વ્યક્તિને દરરોજ 51 ગ્રામ પ્રોટીનની આવશ્યકતા હોય છે. એક સક્રિય વ્યક્તિ માટે 10 ટકા કેલરી પ્રોટીનમાંથી આવવી જોઈએ. રેડ મીટના બદલે ફિશ, યોગર્ટ અને બીન્સ દ્વારા પ્રોટીનની માત્રા વધારવાનો પ્રયત્ન કરો.

વધુ પ્રોટીનથી નુકસાન

પ્રોટીન માંસપેશિઓ, અંગો અને હાડકાના વિકાસ અને મજબૂતી માટે જરૂરી છે. જોકે, વધુ માત્રામાં પ્રોટીન શરીરમાં ફેટના રૂપમાં જમા થઈ જાય છે. તેને કારણે મેદસ્વિતા વધવા માંડે છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ઓછાં કાર્બોહાઈડ્રેટની સાથે હાઈ પ્રોટીન ડાયટ લેવાથી શરીરમાં ફાયબરની ઉણપ થઈ જાય છે અને તેના કારણે કબજિયાત થઈ જાય છે. મીટ, ફિશ અથવા તો ચિકન દ્વારા વધુ માત્રામાં પ્રોટીન લેવાથી ડાયરિયા થઈ શકે છે. લિક્વિડના રૂપમાં ઘણુ વધારે પ્રોટીન લેવાથી વારંવાર બાથરૂમ જવુ પડે છે, જેને કારણે ડિહાઈડ્રેશન અને વારંવાર તરસ લાગી શકે છે. વધુ પડતું પ્રોટીન કિડની અને હૃદયને પણ નુકસાન પહોંચાડે છે. આથી, પ્રોટીનની પસંદગી પોતાના શરીર પ્રમાણે જ કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp