ઠંડા વાતાવરણમાં ઘરે જ મજા લો હોટ ચોકલેટ ડ્રિંક્સની

PC: tesco.com

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાના ઠંડા વાતાવરણમાં પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે હોટ ચોકલેટ ખૂબ ફાયદારૂપ રહેશે. હોટ ચોકલેટનું સ્વાદિષ્ટ ગરમ પીણું તમને શિયાળાના ઠંડા વાતાવરણમાં રક્ષણ આપશે. હોટ ચોકલેટની ઘરે જ મજા લેવા માટે અહીં કેટલીક અલગ અલગ રેસિપી આપવામાં આવી છે.

હોટ ચોકલેટ બનાવવા માટે જરૂરી સામગ્રી

  • બે કપ મિલ્ક
  • બે ટેબલસ્પૂન સુગર
  • 100 ગ્રામ કોકો પાઉડર અથવા ડાર્ક / દૂધ ચોકલેટ બાર
  • વેનીલા અર્ક સ્પ્લેશ (વૈકલ્પિક)
  • માર્શમોલોઝ (વૈકલ્પિક)
  • મધ (વૈકલ્પિક) 

તૈયારીઓ

એક તપેલામાં દૂધ ઉમેરો અને તેમાં ખાંડ નાખી ધીમા તાપે ઉકાળો. જો તમે ચોકલેટ બારનો ઉપયોગ કરવાના હોય તો તેના નાના નાના ટૂકડા કરી દો. બાદમાં તેને માઇક્રોવેવ અથવા ગરમ પાણી ભરેલા તપેલાની ઉપર મુકીને ઓગાળી દો. ઉકળતા દૂધમાં વેનીલા અર્ક ઉમેરો. દૂધને તમારા કપમાં નાખો અને તેમાં મધ, માર્શમોલોઝ, ખાંડ ઉમેરો.

મીઠા સાથેની ક્લાસિક હોટ ચોકલેટ

આ હોટ ચોકલેટ એ પુરાવો છે કે સપનાઓ હંમેશા સાબિત થાય છે. ક્લાસિક હોટ ચોકલેટનો સ્વાદ અમેરિકાના લોકોનો ફેવરિટ છે પરંતુ અહી ભારતમાં આપણે તેના સ્વાદમાં થોડો ફેરફાર કરીએ છીએ. દૂધ ઉકાળતા સમયે તો તેમાં ઇલાયચી નાખી દો, થોડા સમય બાદ તેમાં ચોકલેટ ઉમેરો. ચોકલેટ ઉમેર્યા બાદ ફક્ત એક ચપટી મીઠું ઉમેરો. સાથે ટોપ પર ક્રીમ નાખો.

મિલ્ક ચોકોલેત પીનટ બટર

જો કોઇ એવી ચીજ છે જે હોટ ચોકલેટના વખાણ કરી શકે છે તો તે છે પીનર બટર. મગફળીનો મલાઇદાર સ્વાદ તમારા પીણાને તંદુરસ્ત ડિનરમાં ફેરવે છે. તમે જ્યારે ચોકલેટ ઉમેરી રહ્યા હોવ ત્યારે પીનર બટરને પણ ઉમેરો. તેને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી તે પુરી રીતે મિશ્રિત ના થઈ જાય.

કૂકીઝ એન્ડ ક્રીમ હોટ ચોકલેટ

કૂકીઝ અને ક્રિમ હોટ ચોકલેટ સૌના પસંદગીની છે. કેટલીક કુકીઝને ક્રશ કરો, બાદમાં તેમાં કેટલીક ચોકલેટ નાખો અથવા ચોકો ચિપ્સ પણ નાખી શકાય છે. બાદમાં એક બાઉલમાં ક્રશ કરેલી કુકીઝ ઉમેરો અને તેને મિક્સ કરો જ્યાં સુધી પેસ્ટ ના બની જાય. દૂધમાં ચોકલેટ ઉમેરતા પહેલાં પેસ્ટ ઉમેરો. હવે તમારી કુકીઝ અને ક્રિમ હોટ ચોકલેટ તૈયાર થઇ ગઈ.

ન્યૂટેલા હોટ ચોકલેટ

ચોકલેટનું બીજુ નામ ન્યૂટેલા છે અને તે હોટ ચોકલેટ સાથે જોડાઇને ચોકલેટના સ્વાદને બમણો કરી દે છે. જો તમે ન્યૂટેલા ઉમેરી રહ્યા હોવ તો ડાર્ક ચોકલેટનો ઉપયોગ ના કરો. આ સ્વાદને છૂપાવશે જેથી દૂધ ચોકલેટનો ઉપયોગ કરો. પીગળેલી ચોકલેટની સાથે ન્યૂટેલાને હલાવતા રહો અને મિશ્રણને કપમાં ભરેલા દૂધમાં નાખો. આ રીતે તૈયાર થશે ન્યૂટેલા હોટ ચોકલેટ

બ્રાઉન અને વ્હાઇટ હોટ ચોકલેટ

ડાર્ક ચોકલેટનો એક બાર અને સફેદ ચોકલેટનો એક બાર લો. તમે પાઉડરનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ સારા સ્વાદ માટે બારનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે. બંન્ને અલગ અલગ રીતે ઓગાળો અને એક લેયર દૂધનું અને એક લેયર બંન્ને ચોકલેટનું બનાવો. તેને પીરસતા અગાઉ મિશ્રણમાં વેનિલા, તજ પાઉડર ઉમેરો.

ચીનામોન હોટ ચોકલેટ

તજ અને હોટ ચોકલેટ એક ખૂબ સુગંધીદાર હોટ ચોકલેટ બનાવે છે. જે ના ફક્ત તમારી આત્માને સંતોષ આપે છે પરંતુ તે તમારી આદત પણ બની જાય છે. જો તમારી પાસે તજ પાઉડર નથી તો દૂધમાં તેની કેટલીક ડાળીઓ ઉકાળો. જેનાથી તમને એજ સ્વાદ મળશે.

વ્હાઈટ હોટ ચોકલેટ

હું તમને ગેરંટી આપું છું કે આ હોટ ચોકલેટનો એક મગથી તમને સંતોષ નહી થાય. કેટલીક સફેદ ચોકલેટ ઓગાળો અથવા સફેદ ચોકલેટનો પાઉડરનો ઉપયોગ કરો. કેટલોક પાઉડર દૂધમાં નાખો. બાદમાં તેમાં વેનિલા ક્રિમ નાખો.

પિશ્ટેશિઓ હોટ ચોકલેટ

પિસ્તાના કેટલાક ટૂકડાઓ હોટ ચોકલેટમાં નાખો. તેને તૈયાર કરવા માટે દૂધમાં પિસ્તા, નટ્સ નાખો અને તેને ઉકાળો. જ્યારે તમે તેમાં ચોકલેટ નાખો છો ત્યારે કેટલાક પિસ્તા પણ નાખો અને બાદમાં તેમાં ક્રિમ નાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp