ક્વિક એન્ડ ટેસ્ટી હૈદરાબાદી મસૂરની દાળ

PC: Youtube.com

સામગ્રી

મસૂરની દાળ – 1 કપ

ઝીણી સમારેલી ડુંગળી – 1 નંગ

ઝીણા સમારેલા ટામેટાં – 1 નંગ

લીલું મરચું – 2 નંગ

આદુ-લસણની પેસ્ટ – ½ ચમચી

લાલ મારચાંનો પાવડર – ½ ચમચી

હળદર – ¼ ચમચી

મીઠું -  સ્વાદ અનુસાર

તેલ -  જરૂરિયાત મુજબ

લીલા ધાણાં – ગાર્નિશિંગ માટે

બનાવવાની રીત

નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરીને તેમાં ડુંગળી નાંખો. ડુંગળી નરમ થાય ત્યાં સુધી તેને થવા દો. હવે, તેમાં ટામેટાં નાંખી નરમ થાય ત્યાં સુધી થવા દો. ટામેટાં થઈ ગયા બાદ તેમાં આદુ-લસણની પેસ્ટ નાંખી 1 મિનિટ માટે થવા દો. 1 મિનિટ બાદ તેમાં મસૂર દાળ, લાલ મરચાંનો પાવડર, હળદર નાંખી 2 મિનિટ માટે થવા દો. તેમાં 2 ½ કપ પાણી નાંખી દાળ નરમ થાય ત્યાં સુધી ધીમી આંચ પર થવા દો. ત્યારબાદ મીઠું નાંખી તેને બરાબર મિક્સ કરી લો. મધ્યમ આંચ પર 10થી 15 મિનિટ સુધી થવા દો. અંતે લીલા ધાણાં નાંખી તેને ગાર્નિશ કરી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp