હાલ હોટેલમાં જતા હોય તો આ જરૂર ચેક કરજો, મેડિકલ સ્ટોર માટે જાણો શું છે આદેશો

PC: google.com

હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસથી ફેલાતા COVID-19 અનુસંધાનમાં સંભવિત સંક્રમણ અટકાવવા આગમચેતીના ભાગરૂપે હોટેલ-રેસ્ટોરેન્ટ સહિતની ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલી સંસ્થાઓને ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

જે અંતર્ગત કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા ગ્રાહકોને જમવા માટેના બે ટેબલ વચ્ચે ફરજીયાત ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવા તેમજ હોટલ-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની ભીડ ન થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે.

તદુપરાંત આ સિવાય સરકારની અગાઉની પણ તમામ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશેઅન્યથા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બીજી તરફ રાજ્યમાં હાલમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે તકેદારીના ભાગરૂપે અને મોટા ભાગના કિસ્સામાં ખોટા ભયના કારણે હાલ માર્કેટમાં માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સની મોટા પ્રમાણમાં માંગ ઉભી થયેલી છે. આ પરિસ્થિતિમાં અમુક દવાના વેપારીઓ દ્વારા આ માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સના વધુ ભાવ લઇને ગ્રાહકો સાથે છેતરપીંડી થતી હોવાની ફરિયાદો ધ્યાને આવતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની 25 જેટલી ટીમો દ્વારા રાજ્યભરમાં ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

(પ્રતીકાત્મક ચિત્ર)

રાજ્યનાં મોટા શહેરો અમદાવાદવડોદરાસુરત અને રાજકોટ ખાતે 255 જેટલી દવાઓની દુકાનોની તપાસણી કરતાં તે પૈકી અમદાવાદ-30સુરત-18રાજકોટ- 15 અને વડોદરા-10 એમ કુલ-73 દવાઓની દુકાનોમાં માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સના કાળાબજાર ધ્યાને આવ્યા છે. આ તમામ 73 દવાઓની દુકાનોને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી છે અને તેઓની સામે કાયદેસરની કામગીરી શા માટે  ન કરવી તે  માટે  શો-કોઝ નોટીસ પાઠવવામાં આવી હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રીએ યાદીમાં જણાવ્યું છે.

ચેકીંગ દરમ્યાન માર્કેટમાં 02 જુદી-જુદી બ્રાન્ડની હેન્ડ સેનેટાઇઝર્સ વગર પરવાને ઉત્પાદિત થયેલા અને નકલી જણાતાં હેન્ડ સેનેટાઇઝર્સના ઉત્પાદકો (1) બેકરબ હેન્ડ સેનેટાઇઝરઉત્પાદક-હાઇઝીનમકરપુરા,વડોદરા અને (2) એચ.કે. હેન્ડ સેનેટાઇઝર્સઉત્પાદક-માં ખોડલ કેમિકલ્સઓઢવઅમદાવાદ આ બન્ને પેઢીઓ પાસેથી મોટી સંખ્યામાં વગર લાયસન્સે બનાવવામાં આવેલ બનાવટી હેન્ડ સેનેટાઇઝર્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છેતેમજ બજારમાંથી આશરે 10 હેન્ડ સેનેટાઇઝર્સના નમુના લેવામાં આવ્યા છે અને ચકાસણી અર્થે આ નમૂનાઓ ઔષધ પ્રયોગશાળાવડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. આ બન્ને પેઢીઓ વિરુધ્ધ Drug & Cosmetics Act ના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી માટે તપાસ શરૂ કરવામાં આવી  છે તેમ કમિશનરશ્રીએ જણાવ્યું છે.

કોરોના વાયરસના હાવથી ગભરાયેલા માણસોને માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ. એચ.જી.કોશિયા દ્વારા ગુજરાતના માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સનું ઉત્પાદન કરતાં ઉત્પાદકો સાથે બેઠક કરી તેઓને 24x7 ઉત્પાદન ચાલુ રાખવાનાં આદેશ આપ્યા છે તેમજ તેઓને કોઇપણ તકલીફ પડે તો તંત્ર તરફથી દરેક પ્રકારની મદદ કરવાની અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp