બાળકોના આહારમાં એડ કરો આ વસ્તુઓ, મગજ બની જશે સતર્ક અને તેજ, વાલીઓ ખાસ વાંચે

PC: istockphoto.com

હેલ્દી રહેવા માટે પૌષ્ટિક આહારનું સેવન કરવું જરૂરી છે. માણસને પૌષ્ટિક આહાર રોગોથી દૂર રાખે છે. ઉપરાંત માણસના વિકાસમાં પણ ફાયદાકારક નીવડે છે. શરીર અને મગજ પર વાતાવરણ અને આહાર ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે. આથી બાળકોથી માંડી વૃધ્ધોએ ભોજન પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જેમાં પણ ખાસ કરીને શાળાએ જતા બાળકોનો શારીરિક-માનસિક વિકાસ એ માટે હેલ્દી ખોરાક મહત્વનો ભાગ ભજવે છે. અમુક ખાદ્ય પદાર્થો બાળકોના મગજને તેજ બનાવે છે અને બાળકોના સ્માર્ટ બનાવે છે.

બાળકોના આહારમાં ડ્રાયફ્રૂટ્સને સમાવો

આથી બાળકોના આહારમાં આવા તત્વોનો સમાવેશ કરી બાળકોની વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવું જોઇએ. તેજ અને સક્રિય મગજ માટે બાળકોના આહારમાં સુપરફૂડને અપનાવવા જોઈએ જે મગજની તાકાતને વધારે છે. બાળકોના મગજને સતર્ક અને સ્માર્ટ બનાવવા માટે તેમના આહારમાં ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઈએ. જેમાં અખરોટને તો મગજનો ખોરાક માનવામાં આવે છે. ત્યારબાદ બદામમાં પણ પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ સહિતના જરૂરી એસિડ હોય છે. આથી બાળકોને નાસ્તામાં દૂધમાં બદામ ઉમેરીને આપવાથી મગજમાં વૃદ્ધિ થઇ શકે છે. ઉપરાંત ટીફીનમાં પણ ડ્રાયફ્રુટ આપી શકાય છે.

ઈંડા સ્વાસ્થ્ય માટે આવકારદાયક

વધુમાં ઈંડાને આહારમાં સમાવવા સ્વાસ્થ્ય માટે આવકારદાયક છે. જો શાળાએ જતા બાળકો ઈંડાનું આરોગે તો મગજ પર ખૂબ સારી અસર પડે છે. કારણ કે ઈંડામાં પ્રોટીન અને અન્ય પોષક તત્વો ખૂબ જ હોય છે. આવા તત્વો બાળકોના ધ્યાન અને યાદશક્તિને સુધારવાનું કામ કરે છે. જેને લઈને બાળક મગજને તેજ બનાવવા બાળકોના નાસ્તામાં એગ ભુજિયા અથવા એગ સેન્ડવિચ બનાવવી જોઈએ.

તરબૂચ અને કોળાના બીજ છે પૌષ્ટિક

મગજના કોષોને સ્વસ્થ રાખવામાં માટે તરબૂચના બીજ અને કોળાના બીજ પૌષ્ટિક છે. કોળાના બીજમાં આયર્ન, ઝિંક અને કોપર જેવા પોષક તત્વો હોય છે જે બાળકોના મગજને તેજ બનાવે છે. આ પૌષ્ટિક બીજને દાળિયા અથવા સ્મૂધીમાં ભેળવીને ખવડાવી શકાય છે.

શાકભાજી ઔષધીય ગુણો સાથેનો પોષક તત્વોનો ભંડાર

શાકભાજીએ ઔષધીય ગુણો સાથેનો પોષક તત્વોનો ભંડાર છે. જેથી લીલા શાકભાજીનું નિયમિત સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે અને શાકભાજીની સાથે ફળોનું સેવન પણ આવકારદાયક બાબત ગણવામાં આવે છે. સિમલા મરચા, ગાજર સહિતના પોષક તત્વો બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. આ સિવાય પાલક, ધાણા, વટાણા, લીલોતરી સહિતની વસ્તુઓ બાળકને ફિટ અને સતર્ક રહેવામાં મદદરૂપ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp