પંજાબીઓમાં ફેવરીટ એવી કેસર લસ્સીને બનાવો ઘરે

PC: archanaskitchen.com

સર્વિંગઃ 2

કુલ સમયઃ 20 મિનિટ

સામગ્રીઃ

1 કપ હૂંફાળું ગરમ કરેલું દૂધ

¾ ટી.સ્પૂન દહીં

1 ½ ટી.સ્પૂન કેસર પાણીમાં પલાળેલી

3 ટે.સ્પૂન ખાંડ

¼ ટી.સ્પૂન તજનો પાવડર

4 ક્યુબ બરફ

ગાર્નિશીંગ માટે બદામ અને પીસ્તાની કતરણ

બનાવવાની રીતઃ

દહીંને સરખી રીતે બીટ કરી લો. પછી તેને ગરમ દૂધમાં ઉમેરી લો. ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કરી 4-5 કલાક બહાર રાખો અને પછી ફ્રીઝમાં મૂકી દો. હવે લસ્સી બનાવવા માટે દહીંમાં કેસર, ખાંડ અને તજના પાવડરને ઉમરી બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લો. છેલ્લે બરફના ક્યુબ નાખી ફરીથી બ્લેન્ડ કરી લો. તૈયાર થચેલી આ લસ્સીને તાંબાના ગ્લાસમાં કાઢી ઉપરથી બદામ અને પીસ્તાના કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.