26th January selfie contest

ક્રાંતિકારી શોધઃ કચ્છના ખેડૂત વેલજીભાઇએ વિકસાવ્યો ખારેકમાંથી લિક્વિડ ગોળ

PC: khabarchhe.com

કચ્છમાં પોતાના ખેતરમાં પાક લઈને 71 વર્ષના ખેડૂત વેલજી કુરજી ભુડિયાએ બારહી ખારેક માંથી કેમિકલ, એસેન્સ વગરનો પ્રવાહી ગોળ બનાવેલો છે. તેઓ દેશના પ્રથમ વ્યક્તિ છે, જેમણે ખારેક ફળમાંથી પ્રાકૃતિક ગોળ બનાવ્યો છે. પ્રવાહી ગોળની પેટન્ટ મેળવેલી છે. ગોળને બનાવીને લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સારી ગુણવત્તા જણાઈ હતી.

ઈઝરાયના કારણે શક્ય બન્યું

ગજરાતના કૃષિ વિભાગના અધિકારી કહે છે કે, વેલજીભાઈએ જોયું કે દેશી ખારકના જ્યુસ અને ગોળમાં રંગ અલગ આવે છે. પણ 2010 બારાઈ ખારેક ઈઝરાયલની આવી ત્યારથી તેનો જ્યુસ સારો બનવા લાગ્યો છે. 2018માં ગોળ બનાવવાની શરૂઆત કરી હતી. તેઓ 15 વર્ષની ઉંમરે શેરડીનો ગોળ બનાવતા હતા. શેરડીનો ગોળ બનાવવાની તેમની પાસે સારી આવડત હતી. તેથી ખારેકના રસથી ગોળ બનાવ્યો હતો. તાપમાં શેરડીનો રસ ઉકાળીને જે રીતે ગોળ બને છે તે રીતે જ ખારેકના ફળમાંથી ગોળ બને છે.

50 વર્ષ પછી ગોળ તો બનાવ્યો પણ તે ખારેકના રસમાંથી બનાવ્યો હતો.

કચ્છની ખારક

કેસર કેરી,ડ્રેગન ફ્રુટ, દાડમ, ખારેકમાં કચ્છે નામના મેળવી છે. ફ્રુટના ઉત્પાદનમાં ક્ચ્છ રાજ્યભરમાં બીજા ક્રમે છે. જૂન જૂલાઈમાં ખારેક પાકે છે. ગુજરાતમાં 19 હજાર હેક્ટરમાં ખારેક પેદા થાય છે. કચ્છમાં ઈઝરાયલના કારણે 18500 હેક્ટરમાં ખારેક થાય છે. 1.75 લાખ ટન ખારેક ખેતરોમાં પેદા થાય છે. ક્ચ્છ ખારેક ઉત્પાદનમાં મોખરે છે. ખરાબ થઈ જતી ખારેક કે ઓછા ભાવના કારણે ખેડૂતો હવે લાચાર નહીં રહે.

થોડા ટીપાથી મીઠાશ

બે-ત્રણ ટીપા જ નાંખવા પડે છે. ખારેક ગોળનો ઉપયોગ દરેક ચીજમાં કરી શકાય છે. સોજી, ચા, કોફી, લાડુ, શિરો, મિઠાઈ જેવી કોઈ પણ વાનગીઓમાંમાં વપરાય છે. જોકે તે બીજા ગોળ કરતાં 10 ગણો મોંઘો છે.

રોગમાં ઉપયોગી

ગોળ સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક છે. ડાયાબિટીસ વાળા લોકો પણ ખાઈ શકે છે, એવો દાવો તેઓ કરે છે. પણ તબીબો તેને શંકાની નજરે જૂએ છે. ફળનો ગોળ છે. વીટામીન સી, આયર્ન અને કેલ્શિયમ ભરપુર છે. ડાયાબિટીસના દર્દીઓ આ ગોળ માંથી બનતી વાનગીઓ આરોગી શકે છે. શેરડીના ગોળની તેમ તે ગરમ નથી. કફ, ઉધરસ, ડાયાબિટીસ માટે ખાવામાં વાંધો નથી. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

બારહી ખારેકમાંથી પહેલા તેઓ જ્યુસ બનાવતા હતા. તેની પ્રાકૃતિક મીઠાશ રહે છે.

કેસર કેરીથી શરૂઆત

1967માં શાળા છોડી હતી. 2001થી રસાયણો વગરની ખેતી શરૂ કરી હતી. કેરીની પેકીંગ પ્રોડક્ટ દિલ્હી સુધી મોકલે છે. 2004માં કેરીનો રસના પેકીંગ કર્યા હતા. 2005માં લેબ રિપોર્ટ કરાવેલો હતો. 2006માં મુંબઈ જઈને લાયસન્સ લીધું હતું. ગુજરાતમાં પહેલું ફ્રોજન લાયસંસ લીધું હતું. પહેલા વર્ષે 7 ટન કેરીનો રસ બનાવ્યો હતો.

ગામડામાં જઈને જયૂસ વેચતા

ગામના મેળામાં જઈને વેચતા હતા. આમળા, લીંબુ, ચણીબોર, જાંબુ, નો રસ બનાવ્યો છે. ગામડાઓમાં માર્કેટીંગ કરીને તેઓ આગળ વધ્યા હતા.

કેસર કેરી ફાર્મ

કેસર કેરીથી તેમણે કૃષિ પેદાશો વેચવાની શરૂઆત કરી હતી. ભુડિયા કેસર ફાર્મ છે. ભુજ-અંજાર હાઇવે, ભુજોડી રેલ્વે ક્રોસિંગ ભુજોડી પાસે ભોજન માટે હોટેલ બનાવી છે. ત્યાં કેરીનો રસ વેચવા લાગ્યા હતા. હવે તમામ વસ્તુ ત્યાંથી વેચે છે.

પોતાની કંપની બનાવી

2006થી 10 રૂપિયાનો કેરીનો એક ગ્લાસ ગામડે ગામડે જતા હતા. તે પહેલો રસ હતો. હવે 15 વર્ષ તેને થયા છે ત્યારે 45 જાતના જ્યૂસની વસ્તુઓ બનાવી છે. ભુડિયા બ્રાંડની પેટન્ટ કરાવી છે. પુત્ર હરીશભાઈ અને વેલજીબાઈના પૌત્ર નરેન્દ્ર ભુડિયા માર્કેટીંગ સંભાળે છે. વેલજીભાઈએ 2011-12માં ભુજની સાત્વિક સંસ્થામાં તાલીમ લીધી હતી.

2006માં જ્યુસની શરૂઆત

વિચારશીલ વેલજીભાઇએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખેતી કરવાનું શરૂ કર્યું હતું. ખેત પેદાશોની મૂલ્યવૃધ્ધિમાં તેઓ વર્ષોથી મહારથી છે. 2006માં ફળોના રસ, જ્યુસ બનાવવાની શરૂઆત કરી હતી. અત્યારસુધીમાં 45 જ્યુસ તૈયાર કરીને વેચે છે. જ્યુસ અને ફળની વસ્તુઓમાં રંગ, એસેન્સ કે પ્રિઝર્વેટીવ નાંખતા નથી. આંબા, દાડમ, જામફળ, તરબુચ, ચણીયાબોર, સીતાફળ સહિતના દરેક જયુસ ઓર્ગેનીક છે.

ભુડિયા ફાર્મ પરથી જ્યુસ, આમળા રસ, પાવડર સહિત પોતાની બ્રાંડની 45  ઓર્ગેનિક વસ્તુઓ વેચે છે. ઓર્ગેનિક ખેતી અને તેની જ વસ્તુ વાપરે છે.

વિદેશમાં નિકાસ

દેશભરના વિવિધ ગ્રાહકોને કૃષિ ઉત્પાદનો આપે છે. વિદેશીમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. ફળોની ગુણવત્તા, સ્વાદ અને તાજગી જાળવવા કાળજી રાખે છે. કેસર કેરી, કેરીના ટુકડા, આમળા, એરંડા, કઠોળ, આમળા પાવડર, આમળા નમકીન વગેરે બનાવે છે. ઉચ્ચ ગુણવત્તાની કેસર કેરીની ખેતી અને નિકાસમાં વિશેષતા છે. જૈવિક ખેતીના કારણે બધા કૃષિ ઉત્પાદનો તેમની ગુણવત્તા, સ્વાદ, તાજગી રહે છે. કોઈ રસાયણો હોતા નથી. ભુડિયા કેસર ફાર્મ ખાનગી માલિકીની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. જ્યુસની નિકાસમાં સૌથી વધુ માન્ય નામ છે.

ભુડિયા કેસર ફાર્મ યુકે, યુએસએ, આફ્રિકા અને વિશ્વભરમાં તાજા ફળો અને શાકભાજીની નિકાસમાં ખાનગી માલિકીની સૌથી મોટી કંપની છે. દેશભરમાં ગ્રાહકો છે. ઉચ્ચ ગુણવત્તાની કાર્બનિક કેસર કેરીની નિકાસ શરૂ કરી છે. ભૂડિયા બ્રાન્ડના તાજા કાર્બનિક કેસર ફળ, તાજી કેસર કેરીના ટુકડા અને તાજા કેસર કેરીના પલ્પ અને રસની નિકાસ દેશભરમાં તેમજ લંડનમાં કરે છે.

પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ સાથે સારા સંબંધો હતા. આનંદીબેન પટેલના હાથે એવોર્ડ મળ્યો હતો. મુખ્યમંત્રીના હાથે ડિસેમ્બર 2019માં પ્રવાહી ગોળના પેકિંગનું લોન્ચિંગ કરાયું હતું.

સજીવ ખેતી

1967માં શાળા છોડી હતી. 2001થી રસાયણો વગરની ખેતી શરૂ કરી હતી. વેલજીભાઈ ઓર્ગેનિક ખેતીમાં રાસાયણિક દવાને બદલે ઓર્ગેનિક પ્રવાહી-જીવામૃત બનાવવાનું સુચન કરે છે. જેમાં આંકડાનો આખે આખો છોડ,દેશી ગાય નું ગૌમૂત્ર, દેશી ગાયનું છાણ, અને દેશી ગાયની ખાટી છાશનો ઉપયોગ કરવાનો હોય છે.

પ્રવાહી-જીવામૃત

વેલજીભાઈ કુદરતી રીતે ખેતી કરે છે. સજીવ ખેતીના તેઓ ભીષ્મપિતામહ છે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોએ તેમની સલાહ લેવી જોઈએ. તેઓ તેમાં જીવામૃત બનાવે છે. એક બેરલમા 20 લીટર જેટલું ગૌમૂત્ર લે છે. 10 કિલો આંકડાના છોડના નાના-નાના ટુકડા કરીને બેરલમા નાખે છે. મિશ્રણને છાયામાં ઢાંકીને રાખી મૂકી કયારેક હલાવે છે. 15 દિવસમાં આકડો ઓગળી જશે અને પ્રવાહી તૈયાર થઇ જશે. પ્રવાહીને ગાળી લઈને વાપરવામાં આવે છે.

ખાટી છાશ

500ગ્રામ તાંબાના ભંગારના તારને બેરલમાં છાસ નાંખવામાં આવે છે. 40 દિવસ પછી તૈયાર થાય છે. તે આખું વર્ષ પારવી શકાય છે. તે જેટલી જૂની એટલું સારું પરિણામ આપે છે.

પંપમાં છાટવાની રીત

10 લીટર પાણી, 300 ગ્રામ આંકડા વાળુ ગૌમૂત્રનુ પ્રવાહી, 300 ગ્રામ ખાટી છાશનું પ્રવાહી, 10 ગ્રામ લીંબુના ફૂલ, દેશી ગાયનું તાજુ છાણ નાંખવામાં આવે છે. સૂર્ય ઉગે તે પહેલા પંપ દ્વારા છંટકાવ કરી લેવો. બે દિવસ પછી ફરીથી છંટકાવ કરવો.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp